દુનિયાભરમાં મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસીક્લોરોક્વીન દવા કોરોના વાયરસ સામે અસરકારક છે તેવા અહેવાલો સામે આવતા દુનિયાભરમાં તેની માંગમાં ભારે વધારો થયો છે. એવામાં આ શનિવારે અમદાવાદના ઝાયડસ કેડિલાના CEO પંકજ પટેલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે આ મહિને ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝે તોતિંગ 20 કરોડ હાઈડ્રોકસીક્લોરોક્વીન ગોળીઓનું ઉત્પાદન કર્યું છે.
હાઈડ્રોકસીક્લોરોક્વીનની માંગને સંતોષવા માટે કેડિલા 30 ટન જેટલું એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રીડીયન્ટ API ઉત્પાદિત કરશે
ભારતે હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની માંગણી કરી ચુકેલા દેશોમાંથી 13 દેશોને અત્યારે એપ્રુવલ આપી છે
અત્યારે અમારી પાસે પુરતો સ્ટોક ઉપલબ્ધ છે: પંકજ પટેલ
પંકજ પટેલે ANI ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ મહિને ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાનું પ્રોડક્શન વધારી દઈને 20 કરોડ હાઈડ્રોકસીક્લોરોક્વીન ગોળીઓનું ઉત્પાદન કર્યું છે.
Source : ANI
હાલની સ્થાનિક અને વિદેશથી વધી રહેલી હાઈડ્રોકસીક્લોરોક્વીનની માંગને સંતોષવા માટે કેડિલા 30 ટન જેટલું એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રીડીયન્ટ API ઉત્પાદિત કરશે જેનાથી આવતા મહિને પણ જંગી 15 કરોડ ટેબલેટ્સ બની શકશે.
તેમણે આશ્વાસન આપતા કહ્યું છે કે અત્યારે અમારી પાસે પુરતો સ્ટોક ઉપલબ્ધ છે. ફક્ત સ્થાનિક માંગ જ નહીં વિદેશથી આવતી માંગને પણ પૂરી કરી શકાય એટલો જથ્થો તૈયાર છે. મારી કંપની 30 ટન જેટલું એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રીડીયન્ટ API ઉત્પાદિત કરશે જેનાથી આવતા મહિને પણ 15 કરોડ હાઈડ્રોકસીક્લોરોક્વીન ટેબલેટ્સ બની શકશે.
નોંધનીય છે કે ઘણા દેશોએ ભારતને આ દવાનો પુરવઠો પૂરો પાડવા માટે વિનંતી કરી છે. નોંધનીય છે કે ચીનના વુહાનથી શરુ થયેલ આ વાયરસથી અત્યારે 15 લાખથી વધુ દર્દીઓ અસરગ્રસ્ત થઇ ચુક્યા છે.
Source : ANI
ભારતે હાઈડ્રોકસીક્લોરોક્વીન દવાની માંગણી કરી ચુકેલા દેશોમાંથી 13 દેશોને અત્યારે એપ્રુવલ આપી છે જેમાં USA, સ્પેન, જર્મની, બહરીન, બ્રાઝીલ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, માલદીવ્સ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે અમેરિકાએ 48 લાખ હાઈડ્રોકસીક્લોરોક્વીન ગોળીઓની માંગણી કરી હતી જેમાંથી ભારતે 35.82 લાખ ગોળીઓનો પુરવઠો આપવાની સહમતિ દર્શાવી હતી.