અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર દ્વારા કોરોનાની દવા બનાવમાં આવી રહી છે. આ દવાનું નામ પૈક્સલોવિડ રાખવામાં આવ્યું અને તે કોરોનાની સૌથી સસ્તી દવા છે. ખૂબજ ટૂંકા ગાળામાં કંપની દ્વારા આ દવા લોન્ચ કરવામાં આવશે
ફાયઝર કંપની બનાવી રહી છે કોરોનાની સૌથી સસ્તી દવા
ટૂંક સમયમાં ભારતમાં પણ પૈક્સલોવિડ દવા મળી રહશે
ઓમિક્રોન વેરિએન્ટ સામે પણ પ્રભાવી છે પૈક્સલોવિડ
કોરોના સામેની લડાઈમાં ખાસ કરીને ગરીબને ભારે તકલીફ પડી રહી છે. ભારતમાં તો વેક્સિન ફ્રી આપવામાં આવી રહી છે. પરંતુ દરેક દેશમાં ફ્રી આપવામાં નથી આવી રહી છે. ત્યારે આવા સમયે અમેરિકાની ફાર્મા કંપની ફાયઝર કોરોનાની સસ્તી દવા લાવાની છે. આર્થિક રીતે જે દેશો પછાત છે તેમના માટે આ સસ્તી દવા તૈયાર કરવામાં આવી રહી છે.
ટૂંકા ગાળામાં લોન્ચ કરવામાં આવશે
કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખૂબજ ટૂંકા ગાળામાં આ દવા લોન્ચ કરવામાં આવશે. આ દવાનું નામ પૈક્સલોવિડ રાખવામાં આવ્યું છે અને આર્થિક રીતે પછાત દેશોને ખાસ કરીને આ દવા પહોચાડવામાં આવશે.
ભારતમાં પણ આવશે આ દવા
ભારતને કોવિડ એંટીવાયરલ ડ્રગ મોલનુપિરાવિરના જેનેરિક વર્ઝનની મંજૂરી મળી ગઈ છે. જેનો કોર્સ પૂરો કરવા માટે વ્યક્તિએ 1400 રૂપિયા ખર્ચવા પડશે જે અત્યાર સુધીનો સૌથી ઓછો ભાવ છે.જોકે ફાયઝર દ્વારા કહેવામાં આવ્યું કે ભારત સહિત ઘણા દેશો સાથે પૈક્સલોવિડને લઈને વાત ચાલી રહી છે.
ઘણા દેશો પહેલાથી એગ્રીમેન્ટ સાઈન કર્યા
કંપનીના કહેવા પ્રમાણે ઘણા દેશો સાથે તો આ દવાને લઈને એડવાન્સ પર્ચેસ એગ્રીમેન્ટ પણ થઈ ગયો છે. હાલ ફાયઝરે ભારત પાસેથી તેમની દવાના ઈમરજન્સી અપ્રુવલ માટે આવેદન નથી કર્યું. પરંતું તેઓ દવાના ઈમરજન્સી અપ્રુવલ માટે આવેદન આપે તેવી પુરે પુરી શક્યતા છે.
ઓમિક્રોન સામે પણ આ દવા પ્રભાવી
ઉલ્લેખનીય છે કે ફાયઝરની દવા પૈક્સલોવિડ દવા કોરોનાના દરેક વેરિએન્ટ સામે પ્રભાવી છે. જેમા ઓમિક્રોન વેરિએન્ટ સામે પણ આ દવા પ્રભાવી હોવાનું ચર્ચા થઈ રહી છે. જો કંપનીને લાઈસન્સ મળી જાય તો માત્ર બે મહિનામાંજ આ દવા માર્કેટમાં આવી જશે.