બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / PF ખાતાધારકો માટે રાહતના સમાચાર, પૈસા ઉપાડવાની લિમિટમાં વધારો, જાણો નવા નિયમો
Last Updated: 09:57 AM, 19 September 2024
EPFOના ગ્રાહકો હવે વ્યક્તિગત જરૂરીયાતો માટે પોતાના PF ખાતામાંથી એક વખતમાં 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે. અત્યાર સુધી આ મર્યાદા 50,000 રૂપિયા હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ વિશે મંગળવારે એક પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જો તમે EPFOના ગ્રાહક છો અને પરિવારમાં કોઈ મુશ્કેલ સ્થિતિ છે તો તમે હવે વધારે રકમ ઉપાડી શકો છો. એક વખતમાં પૈસા ઉપાડવાની મર્યાદા હવે વધારી દેવામાં આવી છે. સરકારની આ પહેલથી લાખો પીએફ એકાઉન્ટ હોલ્ડરને ફાયદો મળશે.
ADVERTISEMENT
પૈસા ઉપાડવાની શરતોમાં શું છે કર્યા ફેરફાર?
ADVERTISEMENT
માંડવિયાએ નિયમમાં ફેરફાર વિશે જાણકારી આપતા કહ્યું કે સરકારે નિયમોમાં ઢીલ આપી છે. જેનાથી લોકોને નવી નોકરીના પહેલા છ મહિનાની અંદર ઉપાડની પરવાનગી મળી ગઈ છે. તેમણે કહ્યું, પહેલા તમને લાંબી રાહ જોવા પડતી હતી. પરંતુ હવે પીએફ ખાતા ધારક પહેલા છ મહિનામાં પણ ઉપાડ કરી શકે છે આ તેમના પૈસા છે.
તેમણે આગળ જણાવ્યું કે શ્રમ મંત્રાલય EPFOના સંચાલનમાં સુધાર કરવા માટે કામ કરી રહ્યું છે. ગ્રાહકોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે એક નવું ડિજિટલ સ્ટ્રક્ચર અને બીજી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી રહી છે. એક મહત્વપૂર્ણ ફેરફાર એ પણ છે કે નવા કર્મચારી હવે છ મહિનાની રાહ જોયા વગર ધન કાઢી શકે છે.
શું ભવિષ્યમાં નિયમોમાં ફેરફાર થશે?
માંડવિયાએ આ વિશે જણાવ્યું કે સરકાર જરૂરી ભવિષ્ય નિધિ યોગદાન માટે આવક મર્યાદા વધારવાની યોજના બનાવી રહી છે. વર્તમાનમાં 15,000 રૂપિયા સુધી કમાણી કરનાર વેતનભોગી કર્મચારીને યોગદાન આપવું જરૂરી, પરંતુ આ મર્યાદા વધવા લાગી છે. કર્મચારી રાજ્ય વીમા માટે આવક મર્યાદા જે હાલ 21,000 રૂપિયા છે. તેને પણ વધારવામાં આવશે.
વધુ વાંચો: તમે જીભથી પણ કરી શકો બીમારીની ઓળખ, જો આ લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે દોડજો
મંત્રીએ જણાવ્યું, "15000 રૂપિયાથી વધારે કમાણી વાળા કર્મચારીઓ માટે આ વેરીઓશન લાવી રહ્યું છે. જેનાથી તેમને એ સિલેક્ટ કરવાની પરવાનગી મળશે કે તે પોતાની આવકના કેટલા ટકા ભાગ સેવાનિવૃત્તિ અને પેન્શન લાભો માટે અલગ રાખવા માંગે છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.