બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / pets becoming the cause of your illness surprising revelations in new research
Vikram Mehta
Last Updated: 07:04 PM, 19 January 2024
ADVERTISEMENT
શહેરોમાં પાલતુ જાનવરોનું ચલણ વધી રહ્યું છે. શ્વાન અને બિલાડીઓને ઘરમાં રાખવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં કોઈ ઘરમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા હોય તો તેમને રૂમમાં લાવવામાં આવતા નથી, પરંતુ ઘરની બહાર તેમના માટે એક યોગ્ય જગ્યા હોય છે. શહેરોમાં શ્વાન અને બિલાડીઓને તેમના બાળકો તરીકે પાળે છે અને તેમની સાથે જ રહે છે. જેના કારણે જાનવરોથી થતી બિમારી ફેલાવાનું જોખમ રહે છે. તાજેતરમાં આ બાબતે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ડાયસન ગ્લોબલ ડસ્ટ રિપોર્ટ
ડાયસન ગ્લોબલ ડસ્ટે પાળતુ જાનવરો પર રિસર્ચ કર્યું છે. આ રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતીયો પાળતુ જાનવર રાખે છે, તો તેમના પેટની સાફ સફાઈ, તેમની બિમારીઓ અને તેમનામાં રહેલ વાયરસ બાબતે જાગૃત હોય છે. પરંતુ પાળતુ જાનવર અને દરરોજ ઘરની સાફ સફાઈ મામલે ચારમાંથી એક ભારતીય જ સાફસફાઈને પ્રાધાન્ય આપે છે. આ કારણોસર જાનવર બિમાર પડે છે, તો તે બિમારીઓ માણસને પણ થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: જો તમે પણ પ્રેશર કૂકરમાં બનાવો છો જમવાનું? તો ચેતી જજો! નહીં તો શરીરને થશે મોટું નુકસાન
MDPI ઓપન એક્સેસમાં છપાયેલ એક રિસર્ચ રિપોર્ટ અનુસાર જાનવરોમાં રહેલ સંક્રામક જીવાણુ મનુષ્યોમાં સંક્રામક બિમારી ફેલાવે છે. આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, બેસિલસ એંથ્રેસિસ એક પ્રકારના જીવાણુ છે, જે જાનવરોમાં ઘાતક બિમારી ફેલાવે છે. આ જીવાણુનો આકાર રૉડ જેવો હોય છે, જેનાથી જાનવરોમાં એંથ્રેક્સ નામની બિમારી ફેલાય છે. જે વ્યક્તિ આ સંક્રમિત જાનવરના સંપર્કમાં આવે છે, તેને પણ આ બિમારી થઈ શકે છે. ઉપરાંત બાળકોને એલર્જી પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.