બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / petroleum minister hardeep-puri said petrol prices determined based on world market

પ્લાન / Petrol-Dieselની કિંમતોને લઈને પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન, જાણો સરકારનો શું છે પ્લાન

Bhushita

Last Updated: 08:30 AM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ કિંમતોને નક્કી કરવા માટે વૈશ્વિક બજારના ભાવ પર આધાર રખાય છે.

  • Petrol-Dieselની કિંમતોને લઈને પેટ્રોલિયમ મંત્રીનું મોટું નિવેદન
  • કિંમતોને નક્કી કરવા માટે વૈશ્વિક બજારના ભાવ પર આધાર રખાય છે
  • જાણો સરકારનો શું છે પ્લાન 

 
રોજ વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ખાસ નિર્ણયથી તેલની કિંમતોમાં સામાન્ય લોકોને રાહત મળશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે અને આ માટેની જાણકારી આપી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને એકસમાન રાખવા માટેની યોજના વિચારાધીન નથી અને જીએસટી પરિષદે તેલ અને ગેસની જીએસટીમાં સામેલ કરવાની કોઈ ભલામણ કરી નથી. 

શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવા માટે વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભાવના આઘારે કિંમતો નક્કી કરાય છે. તેઓએ કહ્યું કે ભારત ઈંધણની જરૂરિયાતના લગભગ 85 ટકા અન્ય દેશથી આયાત કરે છે. તો વૈશ્વિક બજારમાં કિંમતોના નિર્ધારણ તેલના ઉત્પાદન અને નિકાસ કરનારા દેશ કરે છે.  

ભાવને એકસમાન બનાવી રાખવા માટે કોઈ યોજના નથી
લોકસભામાં ઉદય પ્રતાપ સિંહ અને રોડમલ નાગરના જવાબમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. સભ્યોએ પૂછ્યું કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલની એકસરખી કિંમતો માટે સરકાર કોઈ યોજના બનાવી રહી છે તો તેના જવાબમાં પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આ માટે સરકાર વિચાર કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ, વેટ અને સ્થઆનક વસૂલી ઘટકોના કારણે તેના ભાવ અલગ અલગ રહે છે.  

આ સિવાય પૂરક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2010થી સંપ્રગ સરકારના સમયથી પેટ્રોલિયમ પદાર્થોની કિંમતો આંતરરાષ્ટ્રિય બજારની કિંમતો પર નક્કી કરાય છે. તેઓએ કહ્યું કે કેન્દ્રીય ઉત્પાદન શુલ્કના રૂપમાં 32 રૂપિયા લેવાય છે. તેનો ઉપયોગ 80 કરોડ ગરીબોને આપવામાં આવતા પીએમ ગરીબ કલ્યાણ યોજનાને આધારે સહાયતા આપવા સિવાય લોકોને ફ્રીમાં વેક્સિન આપવામા  અને સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપીને પીએમ કિસાન સમ્માન નિધિમાં કરાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Rate World Market hardeep puri petrol prices petroleum minister કિંમત ડીઝલ પેટ્રોલ પેટ્રોલિયમ મંત્રી સરકારનો પ્લાન petroleum minister hardeep puri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ