petrol price today huge hike petrol rate 30 paisa hike diesel price 35 paisa hike check details
મોટા સમાચાર /
પેટ્રોલ -ડીઝલના ભાવમાં આજે સતત 9માં દિવસે લાગી આગ, જાણો તમારા શહેરમાં કેટલી છે કિંમત
Team VTV08:34 AM, 09 Oct 21
| Updated: 08:52 AM, 09 Oct 21
સતત મોંઘું થઈ રહ્યું છે પેટ્રોલ - ડીઝલે સામાન્ય માણસની મુશ્કેલી હજું વધારી દીધી છે.
આજે સતત 9માં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો
દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 103. 84 રુપિયા
મુંબઈમાં આજે ડીઝલ 100 રુપિયાને પાર પહોંચી ગયો
આજે સતત 9માં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો
સરકારી તેલ કંપનીઓએ આજે સતત 9માં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ત્યારે ડીઝલના ભાવમાં આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
IOCLની વેબસાઈટના જણાવ્યાનુંસાર દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 103. 84 રુપિયા અને ડીઝલ 94.47 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. ત્યારે મુંબઈમાં આજે ડીઝલ 100 રુપિયાને પાર પહોંચી ગયો છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
દિલ્હી પેટ્રોલ 103.84 રુપિયે અને ડીઝલ 92.47 રુપિયે પ્રતિ લીટર
મુંબઈ પેટ્રોલ 109.83 રુપિયે અને ડીઝલ 100.29 રુપિયે પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ 101.27 રુપિયે અને ડીઝલ 96.93 રુપિયે પ્રતિ લીટર
કોલકત્તા પેટ્રોલ 104.52 રુપિયે અને ડીઝલ 95.58 રુપિયે પ્રતિ લીટર
આ રાજ્યોમાં 100 રુપિયાને પાર છે પેટ્રોલના ભાવ
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયા પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ બાદના ભાવના કારણે અલગ હોય છે.
દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.