Team VTV09:02 AM, 27 Nov 21
| Updated: 09:11 AM, 27 Nov 21
આજે પણ પેટ્રોલ- ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
દિવાળી બાદ ઈંધણના ભાવમાં સ્થિરતા બનેલી છે
આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર નથી
જલ્દી વધુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ
સરકારી તેલ કંપનીઓ(IOCL)એ આજ માટે પેટ્રોલ- ડીઝલના નવા રેટ જારી કરી દીધા છે. આજે પણ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 103.97 રુપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે IOCL આજે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. દિવાળી બાદ ઈંધણના ભાવમાં સ્થિરતા બનેલી છે.
જલ્દી વધુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલ ડીઝલની વધતી કિંમતને ઓછી કરવા માટે સરકાર નવો પ્લાન તૈયાર કરી રહી છે. ભારત કાચા તેલની કિંમતોમાં હજું ઘટાડો લાવવા માટે અન્ય પ્રમુથ અર્થવ્યવસ્તાઓની સાથે તાલમેલ બેસાડવા પોતાની રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલની નિકાસ કરવાની યોજના બનાવી રહી છે.
શું છે આ શહેરોમાં પેટ્રોલ- ડીઝલના ભાવ
દિલ્હી પેટ્રોલ 103.97 રુપિયા અને ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર
મુંબઈ પેટ્રોલ 109.98 રુપિયા અને ડીઝલ 94.14 રુપિયા પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ 101.40 રુપિયા અને ડીઝલ 91.43 રુપિયા પ્રતિ લીટર
કોલકત્તા પેટ્રોલ 104.67 રુપિયા અને ડીઝલ 89.79 રુપિયા પ્રતિ લીટર
ગંગાનગર પેટ્રોલ 116.27 રુપિયા અને ડીઝલ 94.78 રુપિયા પ્રતિ લીટર
ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.