IOCLએ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી
દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 રુપિયા પ્રતિ લીટર
ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે
પેટ્રોલ-ડિઝલ ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
સરકારી તેલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. આજે પણ ચાર મહાનગરોમાં બંને પરંપરાગત ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
- લખનઉ પેટ્રોલ રૂ. 95.28 અને ડીઝલ રૂ. 86.80 પ્રતિ લીટર
- ગાંધીનગરમાં પેટ્રોલ રૂ. 95.35 અને ડીઝલ રૂ. 89.33 પ્રતિ લીટર
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.
ભાવ દરરોજ 6 વાગ્યે બદલાય છે
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ઘટાડવા માટે સરકાર નવી યોજના તૈયાર કરી રહી છે. ભારત કાચા તેલની કિંમતોને નીચે લાવવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓ સાથે સંકલન કરીને તેના વ્યૂહાત્મક તેલ ભંડારમાંથી તેલ કાઢવાની યોજના પર કામ કરી રહ્યું છે.
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે