કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટા ઘટાડાની જાહેરાત કરી છે.
સામાન્ય લોકોને મોટી રાહત
પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય
પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડાની જાહેરાત
પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થશે
નાણા મંત્રી નિર્મલા સીતારામણની મોટી જાહેરાત
ગેસ સિલિન્ડરમાં પણ 200 રુપિયાની રાહત
આખરે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. સામાન્ય જનતાને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ક્રમશઃ 8 રૂપિયા અને 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ પછી, પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે ટ્વિટ કરીને આ સમાચાર આપ્યાં હતા.
We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman
નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાડો આવશે જે લોકો માટે ખૂબ મોટી રાહત છે.
ગેસ સિલિન્ડરમાં પણ રાહત
આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર પર(12 સિલિન્ડર સુધી) પર 200 રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે. નાણા મંત્રીએ કહ્યું કે તેનાથી આપણી માતાઓ અને બહેનોને મદદ મળશે.
Also, this year, we will give a subsidy of Rs 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana: Union Finance Minister Nirmala Sitharaman
We are also reducing the customs duty on raw materials & intermediaries for plastic products where our import dependence is high. Import duty on some raw materials of steel will be reduced. Export duty on some steel products will be levied: Union Finance Min Nirmala Sitharaman
પ્લાસ્ટિક પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય
નિર્મલા સીતારામણે એવું પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે રો મટિરિયલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સ્ટીલના કાચા માલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કરાશે. સ્ટીલની કેટલીક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં ચાલુ રહેશે.