નારાજગી / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભાવવધારો ઝીંકાયો, જાણો રોષે ભરાયેલા લોકોએ શું કહ્યું

દેશભરમાં લોકડાઉન બાદ હવે જાહેર કરાયેલા અનલોક દરમિયાન પેટ્રોલ-ડિઝલની માગ પણ વધવા લાગી છે. જેને લઇને દેશમાં સતત 12માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. એક તરફ કોરોનાના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન અનેક લોકો એવા છે જેમની નોકરી ગઈ છે. કેટલાકની આવક બંધ છે. તેવા સમયે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. પેટ્રોલની કિંમતમાં આજે 53 પૈસા અને ડીઝલની કિંમતમાં આજે 64 પૈસાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ