બ્રેકિંગ ન્યુઝ
VTV / petrol price can be less up to 45 rupees per liter
Kavan
Last Updated: 04:45 PM, 3 March 2021
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના સ્થળોએ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે ત્યારે મોદી સરકાર પણ આગામી દિવસોમાં પેટ્રોલના ભાવને લઈને નિર્ણય લઇ શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે પેટ્રોલ-ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવા મુદ્દે કેટલાક રાજ્યો, તેલ કંપનીઓ અને પેટ્રોલિય મંત્રાલય સાથે ચર્ચા કરી છે.
સામાન્ય જનતાને રાહત મળે તેવા કરાઇ રહ્યા છે પ્રયાસ
ADVERTISEMENT
જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે નાણા મંત્રાલય ઇચ્છી રહ્યું છે કે, એવો કોઇ રસ્તો નીકળે જેનાથી સરકારની આવક પર કોઇ અસર ન પડે અને સામાન્ય જનતાને પણ આ ભાવ વધારાથી મુક્તિ મળે.
કેન્દ્ર સરકાર ઉત્પાદન શુલ્ક અને રાજ્ય સરકાર વેટ ઘટાડો
દુનિયાભરના વાહનો પેટ્રોલ-ડિઝલથી ચાલી રહ્યા છે. તેના ભાવમાં થતા ફેરફારની અસર દરેક વ્યક્તિ પર પડે છે તે પછી વાહન ચલાવતો હોય કે નહીં. નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં બંન્ને ઇંધણના ભાવમાં આશરે 5 રૂપિયાનો વધારો થયો છે. હવે ઈંધણમાં ભાવ ઘટાડા માટે કેન્દ્ર સરકાર ઉત્પાદન ખર્ચ અને રાજ્ય સરકાર વેટ ઘટાડો તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે.
આ રાજ્યોએ ઘટાડો વેટ
રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, પુડ્ડુચેરી અને મેઘાયલ સરકારે તાજેતરમાં જ પેટ્રોલ-ડિઝલ પર લાગતા વેટમાં ઘટાડો કર્યો છે અને સામાન્ય જનતાને થોડી રાહત આપી છે. પેટ્રોલ-ડિઝલ પર વેટ ઘટાડવાનો સૌથી પ્રથમ નિર્ણય રાજસ્થાન સરકારે લીધો હતો.
પેટ્રોલ-ડિઝલને GST હેઠળ લાવવામાં આવે
કેટલાક દિવસો પહેલા મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે પેટ્રોલિય ઉત્પાદકોને માલ તથા સેવા કર હેઠળ લાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સુબ્રમણ્યમે તાજેતરમાં જ ફિક્કી એફએલઓ સભ્યોએ સાથે ભારત પરિચર્ચામાં કહ્યું હતું કે, આ નિર્ણય ખૂબ જ આવકાર્ય હશે. તેનો નિર્ણય GST પરિષદે કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.