50 વર્ષના થયા રાજ ઠાકરે, જન્મદિવસ પર મહારાષ્ટ્રના 48 પંપો પર અપાઇ રહ્યું છે સસ્તુ પેટ્રોલ

By : krupamehta 03:06 PM, 14 June 2018 | Updated : 03:06 PM, 14 June 2018
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેનો આજે 50મો જન્મદિવસ છે. 14 જૂન 1968 એ મુંબઇમાં એમનો જન્મ મરાઠા કાયસ્થ પરિવારમાં થયો હતો. એમના જન્મદિવસ પર મહારાષ્ટ્ર મિર્માણ સેના પાર્ટી રાજ્યના 48 પસંદગીના પંપ પર 4 રૂપિયા સસ્તુ પેટ્રોલ આપશે. જેમાંથી 36 પેટ્રોલ પંપ માત્ર મુંબઇમાં છે. જણાવી દઇએ મુંબઇમાં આજે 84.30 પૈસા મળી રહ્યું છે. આ હિસાબથી મુંબઇના એક પેટ્રોલ પંપ પર આજે 80 રૂપિયા લીટર પેટ્રોલ મળશે. 

4 રૂપિયા સસ્તુ પેટ્રોલ મળતું હોવાની જાણકારી મળ્યા બાદથી જ સવારથી જ મુંબઇના પેટ્રોલ પંપો પર લાંબી લાઇન લાગી છે. જેના કારણે ગણી જગ્યાએ જામ થઇ ગયો હતો. 

કયા પેટ્રોલ પંપ પર 4 રૂપિયા સસ્તુ પેટ્રોલ પંપ મળી રહ્યું છે એના માટે તમે સ્થાનિક મનસે વિભાગ કાર્યાલયમાં એની જાણકારી લઇ શકો છો. 

જો કે આમાં એક શરત રાખવામાં આવી છે. પેટ્રોલ માત્ર ટુ વ્હીલર્સના લોકોને જ આપવામાં આવશે. પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનએ નુકસાન ન થવાની દશામાં મનસેના આ નિર્ણયને પોતાનું સમર્થન આપ્યું છે. Recent Story

Popular Story