બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Petrol is 11 rupees cheaper in Gujarat than in Madhya Pradesh, MP people came to the petrol pump in Dahod

બચતનો ઘસારો / પેટ્રોલ કા સવાલ હે! ગુજરાતમાં 11 રૂ.નો તફાવત જોતા મધ્યપ્રદેશના લોકોની દાહોદના પેટ્રોલ પંપ પર લાગી લાઇનો

Vishnu

Last Updated: 06:16 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશને અડી આવેલા ગુજરાતના પેટ્રોલ પંપ પર સવારથી જ ભીડ જોવા મળી રહી છે

  • મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં પેટ્રોલ 11 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે
  • ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 105.76 પૈસા આસપાસ છે 
  • મધ્યપ્રદેશમાં પેટ્રોલનો ભાવ 116.70 પૈસા છે 

મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો તફાવત હોવાથી MPના સરહદી વિસ્તારના લોકો  પેટ્રોલ પુરાવવા ગુજરાત તરફ વળ્યા છે જેમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશ ના સરહદીય વિસ્તાર ના લોકો ને પેટ્રોલ ના ભાવ માં ૧૧ રૂપિયા નો તફાવત જોવા મળતા ત્યાં ના સરહદીય વિસ્તાર ના લોકો દાહોદ ના પેટ્રોલ પંપ પર આવી રહ્યા છે જ્યારે ગુજરાત ના પેટ્રોલ પંપ નો ૧૦૫.૭૬ પૈસા ભાવ જોવા મળ્યો છે તેમજ મધ્યપ્રદેશ નો ભાવ ૧૧૬.૭૦ પૈસા જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતમાં લોકો સવારથી ભીડ જોવા મળે છે

પેટ્રોલ પંપ ૬૦ % નો મધ્યપ્રદેશ ના લોકો નો ધસારો
પેટ્રોલના ભાવ ધ્રુસકે અને ભૂસકે વધી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના ભાવ માં ૧૧ રૂપિયા નો તફાવત જોવા મળ્યો છે ત્યારે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ ને અડી ને આવેલો જિલ્લો છે ત્યારે સરહદીય વિસ્તાર ના લોકો દાહોદ જિલ્લા ના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે. દાહોદ ના પેટ્રોલ પંપ ૬૦ % નો મધ્યપ્રદેશ ના લોકો નો ધસારો જોવા મળી રહયો છે ત્યારે ગુજરાત માં પેટ્રોલ નો ભાવ સસ્તો હોવા ના કારણે મધ્યપ્રદેશ ના લોકો નો ધસારો જોવા મળી રહ્યો છે. આ ઘસરાને લીધે દાહોદ જિલ્લા ના કેટલાક પેટ્રોલ પંપ પર હજારો લીટર પટ્રોલ વપરાશ વધી ગયો છે અને આબાજુના લોકો પણ ગુજરાતમાં પેટ્રોલ ભરાવીને બચત કરી રહ્યા છે.

શું કહેવું છે પેટ્રોલ પુરાવા આવેલા મધ્યપ્રદેશના રહેવાશીઓનું?
પસાયા દિતાભાઈ કાળુભાઈ કહેવું હતું કે મધ્યપ્રદેશ અને ગુજરાતના પેટ્રોલના ભાવમાં 11 રૂપિયાનો તફાવત છે માટે ઘણો ફાયદો થતો હોવાથી અમે દાહોદ જિલ્લાના આ પંપ પર પેટ્રોલ ભરાવવા આવીએ છીએ. તો અન્ય એક યુવાન સાથે પણ વીટીવી ગુજરાતીએ વાત કરી હતી જેને પણ કહ્યું હતું કે ઘણા કામોને લઈ અમારું આવવા જવાનું ગુજરાતના દાહોદમાં રહે છે જેથી અમે મધ્યપ્રદેશમાં પેટ્રોલના ભાવ ખૂબ વધારે હોવાથી ગુજરાતમાં જ ફૂલ ટાંકી કરાવી લઈએ છીએ.

ગુજરાતમાં 15 દિવસમાં 10 રૂપિયા ઈંધણ મોંઘું થયું
પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધુ એક વખત ભડકો નોંધાયો હતી.1 દિવસના વિરામ બાદ વધુ એકવાર આજથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે.પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાનો વધારો થયો છે એટલે કે અમદાવાદમાં હવે પ્રતિ લિટર 105.09  જ્યારે ડીઝલ પ્રતિ લિટરે 98.08ની આસપાસ પહોંચી ગયું છે.આજે 6 એપ્રિલને બુધવાર સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ ગયો છે. ઈંધણમાં છેલ્લા 15 દિવસમાં  10 રૂપિયાનો જંગી વધારો થયો છે. છતાંય મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં પેટ્રોલ 10 થી 12 રૂપિયા જેટલું સસ્તું છે જેથી ત્યાંના લોકો મધ્યપ્રદેશ ગુજરાતની સરહદને અડકીને આવેલા દાહોલ જિલ્લામાં પેટ્રોલ ડીઝલ ભરાવવા આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dahod Madhya Pradesh Petrol Pump Petrol price gujarat ગુજરાત દાહોદ પેટ્રોલ ભાવ પેટ્રોલપંપ બચત મધ્યપ્રદેશ સસ્તું પેટ્રોલ petrol diesel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ