બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કંગાળ પાકિસ્તાનમાં પેટ્રોલના રેકોર્ડ બ્રેક ભાવ, નવા ભાવ જાણશો તો ભારતમાં એકદમ સસ્તું લાગશે
Last Updated: 09:54 AM, 16 July 2024
Pakistan Petrol Diesel Price : આપણાં પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે મોંઘવારીને કારણે કથળી રહી છે. વાસ્તવમાં મોંઘવારી પહેલા જ ગરીબ પાકિસ્તાનની કમર તોડી ચુકી છે, વીજળીના દરમાં જંગી વધારા બાદ પરેશાન પાકિસ્તાની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો 'પેટ્રોલ' બોમ્બ ફૂટ્યો છે. મોંઘવારીને કારણે પાકિસ્તાનના લોકો પર મોંઘા પેટ્રોલનો બોજ વધી ગયો છે. પાકિસ્તાન સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા સાથે પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત 300 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધ્યા ?
ADVERTISEMENT
પાકિસ્તાનની રખેવાળ સરકારે પેટ્રોલના ભાવમાં 9.99 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ પછી પેટ્રોલની કિંમત 275.60 રૂપિયા થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં 6.18 રૂપિયાનો વધારો થયો છે, જે પછી ડીઝલ 283.63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આના માત્ર 14 દિવસ પહેલા એટલે કે 1 જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 અને 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક્સપ્રેસ ટ્રિબ્યુને પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનના આધારે તેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 7.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હાઈ-સ્પીડ ડીઝલ (એચએસડી)ની કિંમતમાં 9.56 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સરકાર વધારી શકે છે પેટ્રોલિયમ ટેક્સ
માહિતી અનુસાર ફાઇનાન્સ બિલ 2024માં પેટ્રોલિયમ ટેક્સની મહત્તમ મર્યાદા 80 રૂપિયા પ્રતિ લીટરની દરખાસ્ત કરવામાં આવી છે. મતલબ કે આગામી દિવસોમાં સરકાર ટેક્સમાં વધારો કરશે. તેની સીધી અસર પેટ્રોલ અને એચએસડીના ભાવ પર પડશે. પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી સતત આર્થિક સંકટમાં ફસાયેલ છે. તેના પર એટલું વિદેશી દેવું છે કે તે ચૂકવવા માટે તે દર વખતે નવી લોન લે છે. આ વખતે તેને અન્ય દેશો પાસેથી લોન ન મળી તેથી તેણે પોતાના પૈસા IMFને ઓફર કર્યા. જેમણે લોન આપવા સંમતિ આપી પણ તેને ટેક્સ રેટ વધારવાનો આદેશ પણ આપ્યો. આ આદેશ બાદ શાહબાઝ સરકાર સતત ટેક્સ વધારી રહી છે જેના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.