પેટ્રોલ ડીઝલના ભાવોએ સામાન્ય નાગરિકની ચિંતા ફરી વધારી છે અમદાવાદમાં પેટ્રોલમાં 34 પૈસા, ડીઝલમાં 38 પૈસાનો વધારો કરાયો છે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસાનો વધારો
ડીઝલમાં પ્રતિ લિટર 38 પૈસાનો વધારો
આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, રોજ વધતા ભાવના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, વાહન ચલાવવા મોંઘ બનતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
આમ મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે. જેને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે.એવું કહી શકાય છે પ્રજાને મોંઘવારીનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ 102.21 રૂપિયા પ્રતિ લિટર થયા છે તો ડીઝલાના ભાવ 101.55 રૂપિયા પ્રતિ લિટર થયા છે. સાથે જ રાજકોટમાં પેટ્રોલનો ભાવ 102.21 રૂપિયા અને ડીઝલના ભાવ 101.70 રૂપિયા થયા છે તો વડોદરામાં પેટ્રોલના ભાવ 101.91 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલનો ભાવ 101.25 રૂપિયા પ્રતિલિટર થયો છે. જ્યારે સુરતમાં પેટ્રોલના ભાવ 102.27 રૂપિયા થયો છે તો ડીઝલના ભાવ 101.62 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ તરફ ભાવનગરમાં પેટ્રોલ 103.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 103.30 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.
મોંઘવારીનો માર પ્રજા હેરાન પરેશાન
હકીકતમાં સરકારે 30 સપ્ટેમ્બરે નેચરલ ગેસ એટલે કે ડોમેસ્ટિક ગેસની કિંમતમાં 62 ટકાના ધરખમ વધારાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર-માર્ચના 6 મહિના (ઓક્ટોબર-2021થી માર્ચ-2022) માટે નેચરલ ગેસની કિંમત વધીને હવે 2.90 ડોલર પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) થઈ ગઈ છે, જ્યારે એપ્રિલ-સપ્ટેમ્બર, 2021 ના 6 મહિનાના સમયગાળા માટે આ કિંમત પ્રતિ એમએમબીટીયુ 1.79 ડોલર હતી.
આ રીતે જાણી શકાશે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.