બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Petrol-diesel prices fell in one state after another in the country, most notably in Gujarat, find out where and how much

દિવાળી ભેટ / દેશમાં એક પછી એક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, સૌથી વધુ ગુજરાતમાં, જાણો ક્યાં કેટલો ઘટાડો

ParthB

Last Updated: 02:36 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી સામાન્ય માણસને રાહત મળી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ઘણા રાજ્યોએ ટેક્સમાં ઘટાડો કર્યો છે

  • કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી
  • 15 દિવસમાં જેટલો ભાવ વધ્યો તેટલો જ ભાવ દિવાળીના એક દિવસમાં ઘટ્યો
  • કેન્દ્ર સરકારે એક્સાઇઝ ઘટાડ્યા બાદ રાજ્ય સરકારોએ પણ વેટનો દર ઘટાડ્યો

ગુજરાત સરકારે  પેટ્રોલ અને ડીઝલ પર વેટનો દર ઘટાડ્યો

કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયા એક્સાઇડ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એ પછી મોડી રાત્રે ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો.
આ રાજ્યોમાં ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે

કર્ણાટક, ગોવા, ત્રિપુરા અને આસામની સરકારોએ બંને ઇંધણને વધુ સસ્તું બનાવવા માટે ટેક્સમાં વધુ ઘટાડો કર્યો છે. આ રાજ્ય સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં સાત-સાત રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે ડીઝલની કિંમતમાં 17 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમતમાં 12 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે.

બિહારમાં ડીઝલ 11.90 રૂપિયા સસ્તું થયું છે

બિહારમાં નીતીશ કુમારે પણ સામાન્ય લોકોને દિવાળીની ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ પર 1 રૂપિયા 30 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયા 90 પૈસાની રાહત આપવાની તૈયારી છે. કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બંને રાહતો બાદ બિહારના લોકોને પેટ્રોલ 6.30 રૂપિયા અને ડીઝલ 11.90 રૂપિયા સસ્તું મળશે.

આ રાજ્યોમાં પણ રાહત

કર્ણાટકના સીએમએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.પા. સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ગોવા સરકારે પણ કાપની જાહેરાત કરી છે. ઉત્તરાખંડ, સિક્કિમની સાથે-સાથે ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા વેટના દર ઘટાડવાની જાહેરાત કરી છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ ગોલેએ ટ્વીટ કરીને તાત્કાલિક અસરથી પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

જાણો કાલની તુલનામાં આજે પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ 

શહેર    પેટ્રોલના આજના ભાવ(4 નવેમ્બર)       પેટ્રોલના કાલના ભાવ (3નવેમ્બર)              ડિઝલના આજના ભાવ(4 નવેમ્બર)         ડિઝલના કાલના ભાવ (3નવેમ્બર)    

દિલ્હી    103.97            110.04            86.67            98.42
મુંબઈ    109.98            115.85            106.62            94.14
કલકત્તા    104.67            110.49            89.79            101.56
નોઈડા    101.25            107.16            87.27            99.09
પટના    108.15            114.02            93.32            105.29
અમદાવાાદ    95.23            106.75            89.21            106.20
દહેરાદૂન    99.36            106.00            87.53            99.35
આસમ    100.17            106.35            86.59            98.59
ગોવા    96.38            107.79            87.27            104.05
બેંગ્લોર    107.64            113.93            92.03            104.50
ચિન્નાઈ    101.42            106.66            91.44            102.61

ડીઝલ-પેટ્રોલના ભાવ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું- આ નિર્ણય દિલથી નહીં, ડરથી લીધો છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળીના અવસર પર દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાંથી રાહત આપી છે. સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી છે. ઘટાડેલી કિંમતો આજથી લાગુ થશે. તે જ સમયે, સરકારના આ નિર્ણય પર પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે સરકારે આ નિર્ણય દિલથી નહી ડર થી લીધો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government PM modi Petrol-diesel prices ગુજરાતી ન્યૂઝ પેટ્રોલ ડિઝલના ભાવ Petrol And Diesel Prices Decreased
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ