બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / petrol diesel prices decreased second consecutive day know rates delhi major cities

ભાવ ઘટાડો / સતત બીજા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કયા શહેરમાં કેટલો રહેશે ભાવ

Bhushita

Last Updated: 09:55 AM, 13 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 3 દિવસોથી આવી રહેલા વધારા બાદ રવિવારે પેટ્રોલ - ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પણ ફરીથી તેમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 10 પૈસા લીટર ઘટીને 75.80 રૂપિયે/ લીટરનો થયો છે. તો અન્ય તરફ ડીઝલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો થયો છે અને તે 69.06 રૂપિયા/ લીટર કરાયો છે.

  • સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
  • પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને ડીઝલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો
  • પેટ્રોલનો ભાવ 75.80 રૂપિયા અને ડીઝલનો ભાવ 69.06 રૂપિયા થયો

ઇન્ડિયન ઓlઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ 75.80, 78.39 રૂપિયા, 81.39 રૂપિયા અને લિટર દીઠ 78.76 રૂપિયા પર આવી ગયો છે. આ જ રીતે ડીઝલનો વધારો કોલકાતામાં 71.43 રૂપિયા, મુંબઇમાં  72.42 રૂપિયા અને ચેન્નઇમાં72.98 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

નવા વર્ષમાં પહેલી વાર થયો ભાવમાં ઘટાડો

રવિવારે નવા વર્ષમાં પ્રથમ વખત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. રવિવારે દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ચેન્નઇમાં પણ 12 પૈસા પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં ફરીથી પેટ્રોલની કિંમત 76 રૂપિયા પ્રતિ લિટર પર આવ્યો છે. 

આંતરરાષ્ટ્રિય ટેન્શનની અસર

નોંધપાત્ર વાત એ છે કે યુએસ-ઈરાન વચ્ચેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આગામી દિવસોમાં દબાણ હેઠળ રહેશે.

કાચા તેલમાં આવી રહ્યો છે ઉતાર ચઢાવ

આ તણાવને લીધે લંડન બ્રેન્ટ ક્રૂડનો દર બેરલ દીઠ 70 ડોલર પર પહોંચી ગયો છે. જો કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નરમાઈ બતાવ્યા બાદ તે નરમ પડ્યું છે. હવે બ્રેન્ટ ક્રૂડ 65 ડોલરની આસપાસ છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આજે ડીઝલનો ભાલ 72.22 રૂપિયા રહેશે. આ સાથે રાજકોટમાં પેટ્રોલનો ભાવ 73.09 રૂપિયા, સુરતમાં 73.16 રૂપિયા રહેશે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 73.2 રૂપિયા રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Decreased Diesel Petrol Price Rates ડીઝલ પેટ્રોલ઼ ભાવ ભાવ ઘટાડો Petrol And Diesel Prices Decreased
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ