બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / petrol diesel price today diesel became expensive by rs 3.30 in last 10 days know how much the price increased today

તમારા કામનું / આજે ફરી પેટ્રોલ- ડીઝલના ભાવ વધ્યા, 10 દિવસમાં આટલા રુપિયાનો વધારો થયો

Dharmishtha

Last Updated: 08:15 AM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે.

  • પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો
  •  ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું
  • 10 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 2.80 રુપિયા ત્યારે ડીઝલના ભાવમાં 3.30 રુપિયા વધારો થયો 

પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ મહિને દર રોજ વધી રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર તો ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઓક્ટોબર મહિનાની શરુઆતના 10 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 2.80 રુપિયાનો વધારો થયો છે. ત્યારે ડીઝલના ભાવમાં 3.30 રુપિયા વધારો થઈ ચૂક્યો છે.

દિલ્હીમાં સોમવારે પેટ્રોલ પ્રતિ લીટર 104.44 રુપિયા પર ચાલ્યો ગયો છે. ત્યારે ડીઝલ પણ જંપ લગાવીને 93.18 રુપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.

4 મહાનગરોમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવ 

  • દિલ્હી પેટ્રોલ 104.44 રુપિયા અને ડીઝલ 93.18 રુપિયે પ્રતિ લીટર
  • મુંબઈ પેટ્રોલ 110.41 રુપિયા અને ડીઝલ 101.03 રુપિયે પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ 101.79 રુપિયા અને ડીઝલ 97.59 રુપિયે પ્રતિ લીટર
  • કોલકત્તા પેટ્રોલ 105.09 રુપિયા અને ડીઝલ 96.28 રુપિયે પ્રતિ લીટર

આ રાજ્યોમાં 100 રુપિયાને પાર છે પેટ્રોલના ભાવ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયા પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા ટેક્સ બાદના ભાવના કારણે અલગ હોય છે.

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Petrol Price ડીઝલ પેટ્રોલ ભાવ petrol diesel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ