બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / petrol diesel price reduced what is price in your city find here

ખુશખબર / 35 દિવસ બાદ ઘટયા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલો થયો ભાવ?

Mayur

Last Updated: 10:26 AM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. ઘટાડાનો આંકડો જો કે નજીવો છે પરંતુ 35 દિવસ બાદ નોંધાયેલ ઘટાડાનાં કારણે આગામી સમયમાં ભાવ ઘટે તેવી આશા બંધાઈ હતી.

  • 35 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો
  • અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.48 રૂપિયા
  • દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર
  •  

આશરે એક મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ભાવ એટલો નથી ઘટ્યો કે જેથી તમને ફાયદો થઈ શકે. 35 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં માત્ર 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. 

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 

આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.48 રૂપિયા રહ્યો હતો જ્યારે આજે ડીઝલનો ભાવ રૂપિયા 95.98 થયો હતો. 

દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર
દેશમાં મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ કશ્મીર અને લદ્દાખ વગેરે પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 ઉપર પહોંચી ગયો છે. દેશમાં કુલ 19 જેટલા રાજ્યો છે જયાં વિવિધ પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિલિટર કરતાં પણ વધારે છે. 

જાણો કયા રાજ્યમાં કેટલો ભાવ?

દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 101.64 રૂપિયાએ પહોંચ્યો
દિલ્લીમાં ડીઝલન ભાવ 89.07 રૂપિયાએ પહોંચ્યો
મુંબઇમાં પેટ્રોલનો ભાવ 107.66 રૂ. અને ડીઝલ 96.64 રૂ.એ પહોંચ્યું
ચેન્નઇમાં પેટ્રોલ 99.32 રૂ. અને ડીઝલ 93.66 રૂ.એ પહોંચ્યું
કોલકાતામાં પેટ્રોલ 101.93 રૂ. અને ડીઝલ 92.13 રૂ.એ પહોંચ્યું
જયપુરમાં પેટ્રોલ 108.56 રૂ. અને ડીઝલ 98.22 રૂ.એ પહોંચ્યું
ભોપાલમાં પેટ્રોલ 110.06 રૂ. અને ડીઝલ 97.88 રૂ.એ પહોંચ્યું

 

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર દિવસ બાદ આજે પેટ્રોલની કિંમત 17 થી 20 પૈસા જેટલી ઘટી છે, જ્યારે ડીઝલના ભાવમાં 18 થી 20 પૈસાનો ઘટાડો થયો છે. જોકે, મોટા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર જ છે.

આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.64 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.66 રૂપિયા અને ડીઝલની કિંમત 96.64 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.93 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.13 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં, પેટ્રોલ 100 થી આગળ છે, અહીં પેટ્રોલ 99.32 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 93.66 રૂપિયા પ્રતિ લિટર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel ahmedabad petrol price petrol diesel price ગુજરાતી સમાચાર પેટ્રોલ ડીઝલ petrol diesel price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ