સારા સમાચાર / સામાન્ય માણસને મળી મોટી રાહત, આજે 24મા દિવસે પેટ્રોલ ડીઝલમાં કોઈ ભાવવધારો નહીં

petrol diesel price in india fuel price unchanged on tuesday 30 june

પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 23 દિવસથી વધારો થઈ રહ્યો હતો. ત્યારે આજે 24માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો ન કરવાનું નક્કી કર્યું છે. સોમવારે પેટ્રોલ 5 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 13 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. આજે પેટ્રોલના ભાવ 80.43 રૂપિયા અને ડીઝલના ભાવ 80.53 રૂપિયા પ્રતિ લિટરે સ્થિર રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ