ભડકો / પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારાને લઇને 12માં દિવસે પણ જનતાને રાહત નહીં, જાણો ગુજરાતના મુખ્ય શહેરમાં આજનો ભાવ

petrol diesel price hike 12th day in gujarat

દેશભરમાં લોકડાઉન બાદ હવે જાહેર કરાયેલા અનલોક દરમિયાન પેટ્રોલ-ડિઝલની માગ પણ વધવા લાગી છે. જેને લઇને દેશમાં સતત 12માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે.  એક તરફ કોરોનાના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન અનેક લોકો એવા છે જેમની નોકરી ગઈ છે. કેટલાકની આવક બંધ છે. તેવા સમયે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. પેટ્રોલની કિંમતમાં આજે 53 પૈસા અને ડીઝલની કિંમતમાં આજે 64 પૈસાનો વધારો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x