બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / petrol diesel price decrease by 2022 end because of world financial crises

રાહતના સમાચાર / પેટ્રોલ અને ડીઝલ હવે થશે સસ્તા, જાણો ક્યારથી મળશે આ સસ્તા ભાવે

MayurN

Last Updated: 08:22 PM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત પર હવે રાહત મળી શકે છે. કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો આવી શકે છે. 2023ના અંત સુધીમાં કિંમત ઘટીને 45 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે.

  • મંદીના કારણે કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો
  • 2022 ના અંત સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલ હશે
  • 2023 માં મળી શકે છે સસ્તુ પેટ્રોલ-ડીઝલ

સામાન્ય લોકોને મળશે રાહત
પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી હવે સામાન્ય લોકોને રાહત મળી શકે છે. વૈશ્વિક સ્તરે ઇંધણની કિંમત સતત વધી રહી છે. પરંતુ આવનારા સમયમાં ભારતને સારા સમાચાર મળી શકે છે. વાસ્તવમાં સિટીગ્રુપે અનુમાન લગાવ્યું છે કે કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો
સિટીગ્રુપે કહ્યું છે કે 2022ના અંત સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોચી શકે છે. જો આમ થાય તો 2023ના અંત સુધીમાં ઈંધણની કિંમત ઘટીને 45 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે. હાલ કાચા તેલની કિંમત 105 ડોલર પ્રતિ બેરલ છે, જે 58 ટકા ઘટી શકે છે. સિટીગ્રુપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, "વૈશ્વિક મંદીના કારણે કાચા તેલની માંગમાં ભારે ઘટાડો આવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવનો ઇતિહાસ જોઇએ તો વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ છે ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કાચા તેલની કિંમત ઘટશે
હકીકતમાં 2008માં જ્યારે મંદી આવી ત્યારે ક્રૂડ ઓઈલ 149 ડોલર પ્રતિ બેરલથી ગબડીને 35 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું. આ પછી, કોવિડ -19 રોગચાળા દરમિયાન, વિશ્વભરમાં લોકડાઉનને કારણે, ક્રૂડ ઓઇલની કિંમત 20 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી. આ પહેલા મંગળવારે આર્થિક સંકટ અને મંદીના કારણે અમેરિકામાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગઈ હતી. એટલે કે, જ્યારે પણ મંદી આવે છે, ત્યારે માંગમાં ઘટાડો થવાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળશે.

ભારતને થશે મોટો ફાયદો
જો કે કાચા તેલની કિંમત ઘટશે તો ભારત માટે સૌથી સારા સમાચાર હશે. હકીકતમાં ભારત ક્રૂડ ઓઇલના વપરાશના 80 ટકા હિસ્સો આયાત કરે છે અને વિદેશી હૂંડિયામણના ભંડારમાંથી સૌથી વધુ ખર્ચ ક્રૂડ ઓઇલની આયાત પર થાય છે. એટલે કે જો કાચા તેલની કિંમતોમાં ઘટાડો થશે તો અહીં સામાન્ય લોકોને સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળશે, સાથે જ વિદેશી મુદ્રા ભંડારોની પણ બચત થશે, સરકારની રાજકોષીય ખાધ ઓછી થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Import India citigroup crude oil price financial crisis petrol diesel price price decrease world petrol diesel price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ