બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / Tech & Auto / તમારા કામનું / પેટ્રોલ-ડીઝલ કે પછી EV? જાણો તમારા માટે કઈ કાર ખરીદવી વધારે ફાયદાકારક
Last Updated: 06:41 PM, 11 September 2024
તહેવારોની સિઝનને કારણે ટાટા મોટર્સે તેની બે ઈવીએસ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. Tata Nexon EVની કિંમતમાં 3 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય પંચ ઇવીની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Our 𝘍𝘦𝘴𝘵𝘪𝘷𝘢𝘭 𝘰𝘧 𝘊𝘢𝘳𝘴 is here ✨
— TATA.ev (@Tataev) September 10, 2024
Announcing never-heard before prices on our range of best-selling TATA.evs⚡
• Punch.ev starts at only ₹9.99 Lakh*.
• Nexon.ev starts at just ₹12.49 Lakh* – price on par with petrol/diesel.
• Savings of up to ₹3 Lakh* on EVs… pic.twitter.com/JZtIc5ACJV
ટાટા મોટર્સે તેની Nexon EV અને Punch EV પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જે ખાસ કરીને તહેવારોની સિઝન દરમિયાન ઓફર આપવામાં આવી છે. આ ડિસ્કાઉન્ટ હેઠળ નેક્સોલ ઇવીની કિંમતમાં 3 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 6 મહિનાનું ફ્રી ચાર્જિંગ પણ આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
પંચ ઇવીની કિંમત હવે 10 લાખ રૂપિયાથી ઓછી થઈ ગઈ છે, જ્યારે નેક્સોન ઇવીની શરૂઆતની કિંમત 12.49 લાખ રૂપિયા છે. ટોપ-સ્પેક નેક્સોન ઈવી પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેની કિંમત 16.2 લાખ રૂપિયા થઈ ગઈ છે.
આ ડિસ્કાઉન્ટ સાથે EV ખરીદવું પેટ્રોલ વાહનો કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પેટ્રોલ પંચની કિંમત 6.13 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ-સ્પેકની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ છે. હવે પંચ EVની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ છે. એ જ રીતે પેટ્રોલ નેક્સનની કિંમત રૂ. 8 લાખથી રૂ. 15.8 લાખની વચ્ચે છે, જે હવે EVની કિંમતો સમાન થઇ ગઇ છે.
વધુ વાંચોઃ રિવિલિંગ આઉટફિટમાં અવનીત કૌરે આપ્યા કિલર પોઝ, આકર્ષક લુક્સ જોઇ ફેન્સ ઘાયલ, જુઓ Photos
ઇલેક્ટ્રિક વાહનોના ફાયદા શું છે?
EVs ના ઘણા ફાયદા છે જેમ કે તેઓ પેટ્રોલ વાહનો કરતા ચલાવવા માટે ખૂબ સસ્તા છે, ખાસ કરીને જ્યારે તમે તેનો દરરોજ ઉપયોગ કરો છો. તેમનો જાળવણી ખર્ચ પણ ઓછો છે. ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ જ સરળ હોય છે. જો કે ઈવી માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને ઘરે ચાર્જિંગ સુવિધાઓનો અભાવ મોટી સમસ્યાઓ હોઈ શકે છે. EV રેન્જ લાંબા અંતરના પ્રવાસમાં મુશ્કેલી બની શકે છે. EVsનું રિસેલ મૂલ્ય પેટ્રોલ વાહનો કરતાં ઓછી હોઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.