ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રાહિમામ પોકારી ચૂકયા છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે.
પશ્ચિમ બંગાળમા ભાવ 20 રૂપિયા સુધી ઓછો થઈ ગયો
વધતાં ભાવને લઈ વિરોધ પ્રદર્શન
154 લોકોને પેટ્રોલ આપવામાં આવ્યું
પશ્ચિમ બંગાળમા ભાવ 20 રૂપિયા સુધી ઓછો થઈ ગયો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રાહિમામ પોકારી ચૂકયા છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. દેશના કેટલાય શહેરમાં 105 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે પણ આ બધા વચ્ચે ખાસ સમાચાર એ છે કે મમતા બેનર્જીના રાજ્ય પશ્ચિમ બંગાળમા ભાવ 20 રૂપિયા સુધી ઓછો થઈ ગયો છે. જાણો આ ભાવ કેવી રીતે ઓછો થયો.
154 લોકોને પેટ્રોલ આપવામાં આવ્યું
મૂળ વાત એમ છે કે બંગાળની રાજધાની કોલકાતામાં એપીકે અબ્દુલ કલામ કોલેજમા ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવને લઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ વિરોધ કરવા માટે તે લોકોએ એક અનોખો જ માર્ગ પસંદ કર્યો હતો. આ બધા જ વિદ્યાર્થીઓએ ત્યાંના લોકોને એક નિશ્ચિત સમય પર એક પેટ્રોલ પંપ પર આવવાનું કહ્યું જ્યાં ચોક્કસ સમય સુધી 20 રૂપિયાના ઓછા ભાવે પેટ્રોલ આપવામાં આવ્યું, એટલે કે 105 રૂપિયાનું પેટ્રોલ 85 રૂપિયામાં આપ્યું. આ સમયે 154 લોકોને આ પેટ્રોલ આપવામાં આવ્યું. પેટ્રોલ પુરાવનારના 20-20 રૂપિયા આ વિદ્યાર્થીઓએ આપ્યા.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહી આ વાત
એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ સતત વધી રહ્યા છે. આ વધતાં ભાવોને કારણે દરેક સામન્ય નાગરિક પરેશાન છે. સરકારે સામન્ય નાગરીકની આ બધી જ સમસ્યાઓ વિશે વિચારવું જોઈએ. આ માટે તે લોકોએ આ રીતનું પ્રદર્શન કર્યું. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવા માટે વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભાવના આઘારે કિંમતો નક્કી કરાય છે. તેઓએ કહ્યું કે ભારત ઈંધણની જરૂરિયાતના લગભગ 85 ટકા અન્ય દેશથી આયાત કરે છે. તો વૈશ્વિક બજારમાં કિંમતોના નિર્ધારણ તેલના ઉત્પાદન અને નિકાસ કરનારા દેશ કરે છે.