બ્રેકિંગ ન્યુઝ
VTV / Petrol and diesel prices likely to rise in India
ParthB
Last Updated: 09:26 AM, 6 May 2022
ADVERTISEMENT
શુક્રવારે પણ દેશના ચાર મહનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
ADVERTISEMENT
વૈશ્વિક બજારમાં મોંઘા ક્રૂડ ઓઈલની વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. દિલ્હી, મુંબઈ સહિત દેશના ચાર મહાનગરો અને મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલર પર પહોંચતા પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવાની સંભાવના
મહત્વનું છે કે, મુખ્ય આર્થિક સલાહકારે ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યાં સુધી ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરથી ઓછી રહેશે ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધશે નહીં. જો ક્રૂડ ઓઈલની કિંમત 110 ડોલરની ઉપર રહેશે તો સરકાર, ઓઈલ કંપનીઓ અને ગ્રાહકોએ સાથે મળીને બોજ ઉઠાવવો પડશે. આવી સ્થિતિમાં આજે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલરની ઉપર પહોંચ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘુ થવાની સંભાવના વધી ગઈ છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર
આ શહેરોમાં પણ નવા ભાવ જાહેર થઈ ગયા છે
- નોઈડામાં પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- લખનૌમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પટનામાં પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવી કિંમતો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે
તમે પેટ્રોલ-ડીઝલના આજના ભાવ આ રીતે જાણી શકો છો
તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તેમજ HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.