પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને લઈને સમગ્ર દેશની જનતા પરેશાન છે. બીજી તરફ ભાવમાં ઘટાડા માટે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવાની માગ ઉઠી રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ કેદ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લે તેવા સંકેત છે.
આ માટે કેદ્ર સરકાર તમામ રાજ્યોની સરકાર સાથે સહમતિ સાધવાના પ્રયાસ પણ કરી રહ્યી છે. પરંતુ ટેક્સમાં ઘટાડાની આસા રાખીને બેઠેલા લોકોની આસા પર પાણી ફરી શકે છે. કારણ કે GSTના દાયરામાં મસાવેશ કર્યા પછી પણ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થાય તેવી શક્યતા નહીવત છે.
પેટ્રોલ અને ડીઝલ પર જો GST લાગૂ થાય તો તેને સર્વાધિક 28 ટકા વાળા સ્લેબમાં રાખવામાં આવશે. અને રાજ્ય સરકારો તેના પર વેટ પણ વસુલશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ આવરી લેવામાં આવે તો 28 ટકા GST અને વેટ મળીને ટેક્સ વર્તમાન દરની બરોબર થઈ જશે.
હાલ કેદ્ર સરકાર 1 લીટર પેટ્રોલ પર 19.48 રૂપિયા અને ડીઝલ પર 15.33 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. એના ઉપર રાજ્યો વેલ્યુ એડેડ ટેક્સ લગાડે છે. આમ દેશમાં પેટ્રોલ પર કુલ 45-50 ટકા અને ડીઝલ પર 5થી 40 ટકા સુધી ટેક્સ લાગે છે.