બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માનસિક અસ્થિર યુવક સજાનો ભોગ બન્યો, લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો
Last Updated: 08:01 AM, 4 November 2024
પેટલાદનાં પંડોડી ગામે ગામમાં આવેલ અજાણ્યા યુવકને ગ્રામજનો દ્વારા તાબિલાની સજા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગ્રામજનો દ્વારા યુવકને ચોર હોવાનો વહેમ રાખી વીજળીનાં થાંભલા સાથે બાંધીને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવકની પૂછપરછ હાથ ધરી હતી.
ADVERTISEMENT
યુવક અસ્થિર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
ADVERTISEMENT
ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી યુવકની પૂછપરછ હાથ ધરતા 20 થી 30 લોકો નેપાળથી આવ્યા હોવાનું યુવકે જણાવ્યું હતું. તેમજ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવકની સારવાર કરાવી હતી. તેમજ યુવકના તેનાં વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી.
વધુ વાંચોઃ ભરૂચમાં રીક્ષામાંથી ઝડપાઈ 3000000 રૂપિયાથી વધારેની રોકડ, LCBએ બે શખ્સોની કરી ધરપકડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટના બાબતે ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં સાવચેતીનો વીડિયો વાયરલ કર્યો હતો. તેમજ વીડિયો વાયરલ થતા અફવા ફેલાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT