બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં વિરૂદ્ધ SPને અરજી, લોહાણા સમાજના અગ્રણીએ કરી રજૂઆત
Last Updated: 05:40 PM, 24 June 2024
જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં વિરૂદ્ધ ગીર સોમનાથના SPને સહિતના અધિકારીઓને અરજી કરાઈ છે. લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણીએ SPને સહિત પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, DGP, રેન્જ IG અને કલેક્ટરને અરજી કરી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, પોતાને તેમજ પોતાના પરિવારને જીવનું જોખમ છે.
ADVERTISEMENT
ભાજપના સાંસદ વિરૂદ્ધ કરાઈ અરજી
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, લોકસભા ચૂંટણીમાં રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વેરાવળના ડૉ.અતુલ ચગના આપઘાત કેસ મુદ્દે રાકેશ દેવાણીએ સાંસદ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. ત્યારે તાજેતરમાં આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પણ એક નિવેદનમાં આડકતરો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે નડ્યા છે તેને હું મુકવાનો નથી. ત્યારે રાકેશ દેવાણીએ પોતાના પર અને તેમના પરીવાર પર જીવનુ જોખમ હોય તે બાબતે SPને અરજી કરી છે.
રાજેશ ચુડાસમાએ વિવાદીત નિવેદન આપ્યું હતુ
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ રાજેશ ચુડાસમાનું વિવાદીત નિવેદન સામે આવ્યું હતુ. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી.
ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભરાયા હતાં
મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભરાયા હતા અને આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઇ શકે તેમ હતી. હવે ચૂંટણી પત્યા બાદ તેઓ પોતાનો અસલી રંગ બતાવી રહ્યા હોય તેવી જૂનાગઢમાં ચર્ચા જોવા મળી રહી હતી.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સત્ય બહાર આવશે ? / અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર, સમગ્ર કેસમાં આવી શકે છે નવો વળાંક
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.