બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / petition in supreme court to ban kangana ranaut social media post

પ્રતિક્રિયા / પોતાના વિરુદ્ધ SCમાં થઈ અરજી તો કંગનાએ કહ્યું, હું છું સૌથી શક્તિશાળી મહિલા

Premal

Last Updated: 06:59 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનોત અવાર-નવાર પોતાના ધારદાર નિવેદનો અને બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં કંગનાની સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે દેશમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કંગનાની દરેક સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરી દેવામાં આવે.

  • કંગના અવાર-નવાર ધારદાર નિવેદનોને કારણે રહે છે ચર્ચામાં
  • સુપ્રીમ કોર્ટમાં કંગનાની સામે એક અરજી દાખલ કરાઈ
  • અરજી પર કંગના રનોતે આપી પ્રતિક્રિયા

કંગનાએ આપી પ્રતિક્રિયા

થોડા દિવસો પહેલા કંગનાનું 'ભીખમાં આઝાદીવાળાં' નિવેદનથી હોબાળો થયો હતો.  કંગના રનોતની સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવાવાળા અહેવાલ પર કંગના રનોતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાએ તેના પર હાસ્ય રેલાવતા કહ્યું, આ દેશની સૌથી તાકાતવર મહિલા.

કંગના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ દાખલ

ઉલ્લેખનીય છે કે, કંગનાની સામે આ અરજી વકીલ ચરનજીત સિંહ ચંદ્રપાલે કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ખેડૂત આંદોલનને લઇને આખા દેશમાં કંગનાની સામે કરવામાં આવેલી FIRને પણ ખાર પોલીસ સ્ટેશન, મુંબઈમાં ટ્રાન્સફર કરવાની સાથે 6 મહિનામાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે. આ સાથે 2 વર્ષની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાની ડિમાન્ડ પણ કરવામાં આવી છે.

કંગનાના નિવેદનથી થઈ શકે છે રમખાણો

આ અરજીમાં ચરણજીતનું કહેવુ છે, કંગનાનું નિવેદન અપમાનજનક છે. જેને પગલે રમખાણો થઇ શકે છે. આ સાથે ધાર્મિક ભાવનાઓને ક્ષતિ પહોંચી શકે છે. કંગનાનું નિવેદન દેશની એકતાને ખંડિત કરનારું છે. તેથી કંગનાને કાયદા હેઠળ સજા મળવી જોઈએ. અરજીમાં ગૃહ મંત્રાલય, માહિતી ટેકનોલોજી અને પ્રસારણ મંત્રાલય અને TRAI ને પણ કંગના પર પ્રતિબંધ લગાવવા માટે નિર્દેશ આપવાની અપીલ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut Supreme Court kangana ranaut controversy Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ