Petition in Gujarat High Court regarding marital misconduct
શું છે કાયદો? /
વૈવાહિક દુષ્કર્મને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી, અરજદારે કહ્યું પત્ની સાથે મારઝૂડ થાય તે ગુનો, રેપ થાય તો નિર્દોષ કેમ?
Team VTV07:02 PM, 14 Dec 21
| Updated: 07:05 PM, 14 Dec 21
IPCમાં દુષ્કર્મની વ્યાખ્યા અને સજા નક્કી છે પણ વૈવાહિક દુષ્કર્મની ન તો કોઈ વ્યાખ્યા છે અને ન તો કોઈ સજાની જોગવાઈ છે.
પત્ની સાથે દુષ્કર્મ કરનાર પતિને સજાથી મુક્તિ સામે પડકાર
પત્ની સાથે મારઝુડ કરનાર પતિને સજા થાય છેઃ અરજદાર
તો પત્ની સાથે દુષ્કર્મ કરનાર પતિને કેમ નહીં ? અરજદાર
વૈવાહિક દુષ્કર્મ પહેલાથી જ ભારતમાં વિવાદિત મુદ્દો રહ્યો છે કારણ કે ભારતના બંધારણમાં વૈવાહિક રેપ મામલે કોઈ ચોક્કસ સજાની જોગવાઈ કરવામાં આવી નથી. જેથી આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે પિટિશન કરી છે. પત્ની સાથે દુષ્કર્મ કરનાર પતિને સજાથી મુક્તિ સામે પડકાર ફેકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 10 થી વધુ દેશોએ તેને ગુનો જાહેર કર્યો છે. જ્યારે ભારત એવા 36 દેશોમાંથી એક છે જ્યાં વૈવાહિક દુષ્કર્મને ગુનો ગણવામાં આવતો નથી. કારણ કે બંધ દરવાજાની અંદર પતિ પત્ની વચ્ચે શું થયું તેનો તાગ મેળવવો સૌથી મુશ્કેલ છે.
અરજદારનું શું કહેવું છે?
કોર્ટેમાં કરેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્ની સાથે મારઝુડ કરનાર પતિને સજા થાય છે તો પત્ની સાથે દુષ્કર્મ કરનાર પતિને કેમ નહીં ? આ મુદ્દે કાયદા પર સવાલ ઉઠાવી પત્નીના સેક્સયુઅલ અધિકાર છીનવાતા હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે આગામી દિવસમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે પણ જો અગાઉ દેશની હાઈકોર્ટે અને સુપ્રીમકોર્ટમાં થયેલી આવી અરજીઓ પર નજર કરીએ તો કોર્ટ દરેક કિસ્સામાં કાયદામાં વૈવાહિક દુષ્કર્મ મામલે કોઈ સજા કે ઉલ્લેખ ન હોવાની વાત કહી છે.
શું છે વૈવાહિક રેપ?
સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ યૌન સંબંધ કરવો એ દુષ્કર્મ ગણાય છે. જો પતિ તેની પત્નીની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધે છે, તો તેને 'વૈવાહિક દુષ્કર્મ' કહેવામાં આવે છે. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જે સમાજમાંથી ન્યાયપાલિકાના દર સુધી પહોંચી ગયા છે. દર વખતે આવા કિસ્સાઓ માત્ર અને માત્ર પ્રશ્નો છોડી જાય છે. ભારતના IPCના કાયદામાં વૈવાહિક દુષ્કર્મ કેસમાં સજાની કોઈ જોગવાઈ નથી.પણ અનેક વખત સજાની જોગવાઈ કરવા માંગ થઈ રહી છે.
રેપ અથવા દુષ્કર્મની સજા?
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 મુજબ, જો કોઈ વ્યક્તિ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ અથવા તેની સંમતિ વગર સેક્સ કરે છે, તો તેને રેપ અથવા દુષ્કર્મ કહેવામાં આવે છે.જો જાતીય સંભોગ માટે સંમતિ સ્ત્રીના મૃત્યુ, તેને નુકસાન પહોંચાડવાની અથવા તેના નજીકના કોઈ વ્યક્તિ સાથે આવું કરવાના ભયથી મેળવવામાં આવે તો તે દુષ્કર્મ કહેવાય.આ સિવાય યુવતીની ઉંમર 16 વર્ષથી ઓછી હોવા પર તેની મર્જી અને સહમતિ ઉપરાંત યોન સંબંધ રેપ કહેવાશે.ધારા 376 હેઠળ દુષ્કર્મના કેસમાં મહત્તમ આજીવન કેદ અને મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે.