બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:07 PM, 10 January 2025
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ પોતાના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ કરી છે, જેને જોતા બધા જ વિચારમાં પડી ગયા છે. પોસ્ટને જોતા એવું લાગે છે કે તે ખૂબ જ ક્રોધમાં છે. તેમણે પોસ્ટમાં એક હિન્દી કહેવત લખી છે, હરભજનની પોસ્ટે બધાને મૂંઝવણમાં મૂકી દીધા કે તેણે આ પોસ્ટ કોને માટે કરી હશે. તો અમે તમને જણાવીશું કે ભજ્જીએ સોશિયલ મીડિયા પર શું અને કોના માટે લખ્યું.
ADVERTISEMENT
હરભજન સિંહે તેમના સોશિયલ મીડિયા પર હિન્દી ભાષાનો ઉપયોગ કરીને લખ્યું, "हाथी चले बजार पालतू ( paid) कुते भौंके हजार." જોકે, ભજ્જીએ આ પોસ્ટ શા માટે અને કોના વિશે કરી તેનો ખુલાસો હજી સુધી થયો નથી. ફેન્સે કમેન્ટ્સમાં ભજ્જીની પોસ્ટ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ સ્પષ્ટ થઈ શક્યું નહીં. જો કે, ભજ્જીની આ પોસ્ટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ટીમ ઈન્ડિયાને 1-3થી હારનો સામનો કરવો પડ્યો તે પછી આવી છે
ADVERTISEMENT
हाथी चले बजार
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 9, 2025
पालतू ( paid) कुते भौंके हजार
ભજ્જીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, "સુપરસ્ટાર કલ્ચરનો વિકાસ થયો છે. અમને સુપરસ્ટાર નહીં, પરંતુ પર્ફોર્મર્સ જોઈએ છે. જો ટીમ પાસે તેઓ (પર્ફોર્મર્સ) હશે, તો તે આગળ વધશે. જેને સુપરસ્ટાર બનવું છે, તેણે એક જ રહેવું જોઈએ. ઘરે અને ત્યાં ક્રિકેટ રમો."
આ પણ વાંચો : ક્રિકેટ જગતની અજીબ ઘટના, ફિલ્ડરે કેચ ગુમાવ્યો, છતાં પણ થર્ડ એમ્પાયરે આપ્યો આઉટ
તમને જણાવી દઈએ કે હરભજને વર્ષની શરૂઆતમાં ટીમના સુપરસ્ટાર કલ્ચર વિશે વાત કરી હતી. BCCIને વિનંતી કરતા તેણે કહ્યું હતું કે ટીમમાં સુપરસ્ટાર કલ્ચર ખતમ થવુ જોઈએ. માત્ર પ્રદર્શન કરનારા ખેલાડીઓને જ ટીમમાં તક મળવી જોઈએ. આગળ, ઇંગ્લેન્ડ પ્રવાસ પર હરભજન સિંહે કહ્યું હતું કે, "ઇંગ્લેન્ડ પ્રવાસ આવી રહ્યો છે. હવે દરેક વ્યક્તિ ઇંગ્લેન્ડમાં શું થશે, કોણ જશે અને કોણ નહીં જાય તેની વાત કરવા લાગ્યા છે. મારા માટે તે સરળ છે. જે ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ જવું જોઈએ, તમે તેમની પ્રતિષ્ઠા અનુસાર ખેલાડીઓની પસંદગી કરી શકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.