બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:09 PM, 12 December 2024
જ્યારે પણ તમે લોન લેવા કે ક્રેડિટ કાર્ડ બનાવવા માટે જાઓ છો ત્યારે બેન્ક તમારો સીબીલ કે ક્રેડિટ સ્કોર જુએ છે. પરંતુ આ સિવાય પણ સારા ક્રેડિટ સ્કોરના ઘણા ફાયદા મળે છે. સારા ક્રેડિટ સ્કોરથી તમારા લોનના વ્યાજ દરો પર છૂટ મળે છે. ઈન્શ્યોરન્સ કંપની પણ સારા ક્રેડિટ સ્કોર વાળા લોકોને પ્રીમિયમમાં પણ છૂટ આપી રહી છે.
ADVERTISEMENT
સરળતાથી થાય છે લોન અપ્રુવ
ADVERTISEMENT
સારા સીબીલ કે ક્રેડિટ સ્કોરવાળા લોકોની લોન ઝડપથી અપ્રુવ થાય છે. એવા લોકોને બેન્ક ઓછું રિસ્ક માને છે. આવા ગ્રાહકોને ઘણી વાર અપ્રૂવલ લોન પણ મળી જાય છે.
ઓછા વ્યાજ દરે લોન
સારા સીબીલ કે ક્રેડિટ સ્કોર વાળા લોકોને ઓછા વ્યાજ દર પર લોન મળી શેક છે. આ સિવાય ઓછા વ્યાજ દરે તમને ક્રેડિટ કાર્ડ પણ મળી શકે છે.
ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ
જો તમારો સીબીલ સ્કોર કે ક્રેડિટ સ્કોર સારો હશે, અને તમે ઈન્શ્યોરન્સ રીન્યુ કરાવવા ઇચ્છતા હશો તો તમને વધારે સારું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જેમાં ઘણી ઈન્શ્યોરન્સ કંપનીઓ પોલિસી રિન્યુ કરાવતા સમયે પ્રીમિયમ પર 10 થી 15 ટકા આસપાસ ડિસ્કાઉન્ટ આપતી હોય છે.
આ પણ વાંચો: 2025ની તૈયારી શરૂ કરી દો, કારણ કે નવા વર્ષમાં આ 10 સ્ટોક્સ કરાવશે બમ્પર કમાણી!
મળશે સારી નોકરી
સારો સીબીલ સ્કોર સારી નોકરી અપાવવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને બેન્કિંગ, ફાઈનેન્શિયલ સર્વિસ અને ઈન્શ્યોરન્સ(BFSI) સંબંધિત નોકરીમાં તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે. ઘણી કંપનીઓ ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ હિસ્ટ્રી રિવ્યુ પણ ચેક કરી શકે છે. ક્રેડિટ સ્કોર સારો હોવાથી નોકરી મળવાના ચાન્સ વધી શકે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.