બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 03:22 PM, 6 September 2022
ADVERTISEMENT
મર્સિડીઝ પર સવાર થઈને ગરીબોનું રાશન લેવા પહોંચ્યો વ્યક્તિ
પંજાબમાં ગરીબોને રાશન અપાઈ રહ્યું છે, પરંતુ રાશન લેવાની લાઈનમાં ઘણા અમીર વ્યક્તિઓ પણ સામેલ છે. એક વ્યક્તિ મર્સિડીઝ કારમાંથી ઉતાર્યો અને ગરીબો માટે આવેલા 2 રૂપિયા કિલો ઘઉં લઇ ગયો.
મર્સિડીઝમાં આવેલા વ્યક્તિને જોઈ લોકો ચોંકી ગયા. જોકે જ્યારે લોકોએ e વ્યક્તિને પૂછ્યું કે તે લક્ઝરી કારમાં છે, તો કઈ રીતે ગરીબ હોય શકે, તો તે વ્યક્તિએ કહ્યું કે કાર તેના મિત્રની છે અને તે કેરટેકર તરીકે પોતાની પાસે રાખે છે.
જ્યારે ડીપો હોલ્ડર અમિત સાજન કહે છે કે બીપીએલ કાર્ડ વિભાગ બનાવે છે, આમાં તે કંઈ ન કરી શકે. આ બધા વચ્ચે મર્સિડીઝ કારમાંથી ઉતરતા વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
#पंजाब में मर्सिडीज वाला भी गरीब, खरीदता है 2 रु. किलो वाला सरकारी गेहूं। यह वीडियो होशियारपुर का है। #Videoviral #Punjab https://t.co/tUwmXkUJl4 pic.twitter.com/CI2qTC4Ttm
— KAMLESH BHATT कमलेश भट्ट (@kamleshcbhatt) September 6, 2022
વિડીયો થયો વાયરલ
બન્યું એમ કે સોમવારે બીપીએલ કાર્ડધારકો ડીપો હોલ્ડર પાસે બે રૂપિયા કિલો ઘઉં લેવા પહોંચ્યા. મર્સિડીઝ પર ઘઉં લેવા આવેલા એક વ્યક્તિને જોઇને લોકો ચોંકી ગયા અને પહેલા તો સ્થળ પર જ ડીપો હોલ્ડરે વિચાર્યું કે તે વ્યક્તિ કામ માટે ત્યાં રોકાયેલ હશે.
જ્યારે મર્સિડીઝ સવાર વ્યક્તિએ પોતાનું કાર્ડ બતાવ્યું તો ડીપો હોલ્ડર પણ ચોંકી ગયા. કાર્ડ હાથમાં હતું, મનાઈ કેવી રીતે કરી શકતા હતા? તેમણે તેના કાર્ડ નાં આધાર પર બનતા ઘઉં આપી દીધા. તેણે ઘઉં મર્સિડીઝની ડેકીમાં નાંખ્યા અને નીકળી પડ્યો.
પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે કાર તો તેના મિત્રની છે
સ્થળ પર અમુક લોકોએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો અને વાયરલ પણ કરી દીધો. જ્યારે આ સંબંધે મર્સિડીઝ કારધારક વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે કાર તેની નથી. તેના મિત્રની છે. તે પહેલી વાર કાર પર ઘઉં લેવા પહોંચ્યો હતો, તે ગરીબ છે. જ્યારે આ મામલામાં પંજાબના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય મંત્રી લાલચંદ કટારૂચકે તપાસનાં આદેશ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.