બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:35 PM, 13 February 2025
ભરણપોષણ સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે હિંદુ મેરિજ એક્ટ 1955 હેઠળ લગ્ન રદબાતલ થઈ જાય તો પણ પત્ની પતિ પાસેથી કાયમી ભરણપોષણની હકદાર રહે છે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે હિંદુ મેરિેજ એક્ટ 1955ની કલમ 11 હેઠળ લગ્ન રદબાતલ થયેલા હોય તો પત્ની કલમ 25 હેઠળ પતિ પાસેથી કાયમી ભરણપોષણ માગવા હકદાર છે. ઉલ્લેખનીય છે કે હિંદુ મેરિજ એક્ટની કલમ 25 ફેમિલી કોર્ટે કાયમી ભરણપોષણ આપવાની સત્તા બક્ષે છે.
ADVERTISEMENT
બીજી પત્ની પણ ભરણપોષણ માટે હકદાર
આ પહેલાંના એક ચુકાદામાં સુપ્રીમે એવું કહ્યું હતુ કે બીજી પત્ની ભરણપોષણ માટે લાયક છે કે નહીં અને જો હોય તો તેને પહેલી પત્ની જેટલું જ ભરણપોષણ મળી શકે કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભરણપોષણ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે એવી ટીપ્પણી કરી છે કે બીજી પત્ની ભરણપોષણ માટે યોગ્ય તો છે પરંતુ જરુર નથી કે તેને પહેલી પત્ની જેટલા જ પૈસા મળે.
ADVERTISEMENT
ભરણપોષણનો સાચો હેતુ શું?
ભરણપોષણનો સાચો અર્થ સમજાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્નીને ગરીબીથી બચાવવા, તેની ગરિમા જાળવી રાખવા અને સામાજિક ન્યાય આપવા માટે ભરણપોષણની વ્યવસ્થા છે. સુપ્રીમે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જો છૂટાછેડા બાદ પતિ ગરીબ બની જાય તો શું પત્ની તેની મિલકતામાં સમાન ભાગ માગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.