બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / આરોગ્ય / માસિક ધર્મની સંભાળ ! અમદાવાદમાં મફતમાં મળે છે સેનેટરી પેડ, નારી શક્તિની સ્વસ્થતાની સંભાળ
Nidhi Panchal
Last Updated: 12:37 PM, 16 August 2024
ADVERTISEMENT
પીરિયડ્સ કોઇ પણ યુવતી કે સ્ત્રી માટે મહિનાનો સૌથી કઠોર દિવસોમાથી એક માનવવામાં આવે છે. આ સમય હોચ છે જ્યારે સ્ત્રીના શરીરમાં ખુબ જ ઝડપી પરિવર્તન થાય છે. હોર્મોનલ ઉતાર-ચઢાવની સાથે બ્લડ ફ્લોના કારણે દુખાવો ખુબ જ હોય છે. પીરિયડ્સના શરૂઆતના 2-3 દિવસે હેવી ફ્લો હોય છે. જે પ્રમાણે પેડ બદલતા રહેવું પડે છે. જો પીરિયડ્સ દરમ્યાન સામાન્ય ફ્લો હોય તો પણ દર 4 કલાકે પેડ બદલી લેવું જોઈએ.જો તમે એવું માનો છો કે બ્લડથી ઈન્ફેક્શન નથી થતું તો આ ખોટી માન્યતા છે, કારણ કે પેડમાં માઈક્રો-ઓર્ગનિસ્મ (બેક્ટેરિયા) પેદા થવા લાગે છે. જેથી જો હેવી ફ્લો હોય તો દર 2 કલાકે પેડ બદલવું જોઈએ. સાથે એક સારી ક્વોલિટીનું પેડ પહેરવું જોઇએ. એટલે જ આપણે સૌથી વધારે મોંધા સેનેટરી પેડ લેતા હોય છે. તો આજે તમને જણાની આનંદ થશે કે સરકાર દ્વારા સારી ક્વોલિટીના સેનેટરી પેડ ફક્ત 1 જ રૂપિયામાં મળી રહે છે.
ADVERTISEMENT
આપણી સરકારની અનેક યોજના અને તેની સુવિધા સાથે થતા લાભથી કેટલાક લોકો અજાણ હોય છે. ક્યાં તો જાણતા હોય તો તેના લાભ મેળવા માટે કઇ જગ્યા પર જવું જોઇએ તેની મૂંઝવણ હોય છે. તો મહિલાઓના પીરિયડ્સમાં સેનેટરી પેડ સૌથી વધારે મોંધા આવતા હોય છે. શું તમને ખબર છે કે 2017માં સરકારે જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરી હતી. જેના લાભ વિશે અનેક મહિલાઓ અજાણ છે. અમદાવાદના અંકિત પટેલ જે અત્યારે સરકારની આ યોજના હેઠળ 3 જન ઔષધિ કેન્દ્ર ખોલ્યાં છે જેમાં 1 રુપિયામાં સેનેટરી પેડ મળે છે.
વીટીવી સાથે વાત કરતાં અમદાવાદના વસ્ત્રાપુરના જન ઔષધિ કેન્દ્રના માલિક અંકિત પટેલે કહ્યું કે બ્રાન્ડેડ કંપનીના સેનેટરી પેડ ગજાને પરવડતાં નથી તેથી આ ઔષધિ કેન્દ્રમાં સરકારી પેડ મફતના ભાવે મળે છે જેનો વ્યાપક ઉપયોગ મોટી ખૂબ સંખ્યામાં મહિલાઓને હેલ્થી બનાવાનો છે. અહીં 3 સાઈઝમાં પેડ મળે છે જેમાં સામાન્ય પેડ 10 રુપિયામાં મોટા પેડ 12 રુપિયામાં XL 15માં રુપિયામાં પડે છે.
ભારતમાં મહિલાઓની સ્વચ્છતા અંગે ઘણા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અને તેના કારણે મહિલાઓમાં સ્વચ્છતા ઉત્પાદનો અંગે જાગૃતિ વધી રહી છે. અને વધતી જાગૃતિ સાથે, આપણા દેશમાં સ્વચ્છતા ઉત્પાદનોની માંગ પણ વધી રહી છે. સેનિટરી પેડ્સ જો સારી ક્વોલિટીના હોય તો જ સ્વચ્છતા સચવાઇ રહે છે. પેડ્સની માંગ શહેરી વિસ્તારોમાં સૌથી વધુ હતી. ગ્રામીણ વિસ્તારોમાં પણ તેમની માંગ વધી છે. જેના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતના ખુબ ચાલે છે. સાથે મહિલાઓ સારી ક્વોલિટીના સેનેટરી પેડ વાપરવાનું જ પસંદ કરે છે. તો હવે તે બાબતે પણ ચિંતા કરવાની જરૂર છે નહિં કારણ કે અંકિતભાઇના કહેવા અનુસાર આ કેન્દ્રમાં જે સેનેટરી પેડ મળે છે તેની ક્વોલિટીનું ચેકિંગ લેબમાં થઇને આવતું હોય છે. સાથે જે મહિલાઓ અહિંયાથી લઇને જાય છે તેમનું પણ કહેવું છે કે આની ક્વોલીટી બ્રાન્ડેડ પેડ કરતા પણ વધારે સારી છે એટલે જ હવે અપર ક્લાસીસની મહિલાઓ પણ આ લેવાનું પસંદ કરે છે.જો કે હવે તો શહેરમાં આની જાગૃતી વધી ગઇ છે ફક્ત ગરબ ઘરની મહિલાઓ નહીં પણ અપર ક્લાસની મહિલાઓ પણ આ સેનેટરી પેડ અહિયા કેન્દ્રમાંથી લઇ જાય છે. સાથે અનેક એનજીઓમાં પણ આપવામાં આવે છે. દરરોજ લગભગ 5 હજાર જેટલા સેનેટરી પેડ વેચાય જાઇ છે. જો કે આંમા મહિલાઓ માટે સરકાર સેલેરી નથી આપતા કેન્દ્રમાં કામ કરતા ફાર્મસી સ્ટાફની સેલેરી આ કેન્દ્રના માલિકે કરવાની હોય છે.
અંકિત ભાઇના કહેવા અનુસાર અત્યાર ગુજરાતમાં 600 થી વધારે અને અમદાવાદમાં 60 કેન્દ્રો છે. શહેરમાં તો અત્યારે બધા લોકો ખુબ જાગૃત થઇ ગયા છે અને સેનેટરી પેડ પણ ખરીદે છે. પણ હજી પણ અનેક મહિલાઓ છે જે મોંધા સેનેટરી પેડના બદલે કપડાનો ઉપયોગ કરે છે. અનેક ગરીબ મહિલાઓ પણ છે જેમને આ કેન્દ્રોથી અજાણ છે. જો કે હવે અનેક એનજીઓના મદદથી એ મહિલાઓ સુધી પણ આ સુવિધાની જાણકારી મળી રહે છે. બીજી તરફ હવે ગામડાઓ પણ વિકસીત થાય છે અને ત્યાં પણ સરકાર તરફથી અનેક સુવિધા ઉપલ્ધ કરવામાં આવે છે. રોડ રસ્તાથી લઇને સ્કૂલ કોલેજ આલ તમામ જગ્યા પર બધી સુવિધા આપવામાં આવે છે જેનાથી ગામડાના લોકો પણ હવે સમજદાર બન્યા છે. ગામડાની સ્કુલોમાં દિકરીઓને આ કેન્દ્રની માહિતી આપવામાં આવે છે. ગુજરાતના અનેક જિલ્લાઓ અને ગામડાઓમાં આ કેન્દ્રની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં માત્ર 600 જેટલા કેન્દ્ર આવેલા છે. હજી પણ આની સંખ્યા આગળ જતા વધી શકે છે.
વધુ વાંચો : અમદાવાદના શારદાબેનની સેવાની સરવાણી, નિરાધરોને રોટલો-ઓટલો આપી રહ્યાં છે, સાચા 'દેવદૂત'
અંકિતે જણાવ્યું કે અમદાવાદમાં વસ્ત્રાપુર, નવરંગપુર, સેટેલાઇટ એમ 3 ઠેકાણે જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવી છે. તેને ખોલવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવાનું હોય છે. સરકાર કેન્દ્ર ખોલવાની પરમિશન તેમને જ આપે છે જેમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માનું સર્ટિફિકેટ હોય છે. તેની સાથે જ જન ઔષધી કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે 120 વર્ગ ફૂટની જગ્યાએ પણ હોવી જરૂરી છે. કેન્દ્રમાં જે પ્રકારની માંગ હોય છે એ જ પ્રકારે સેનેટરી પેડના ઓર્ડર આપવાના હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.