બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પોલીસ ભરતીમાં મહિલાઓની સંખ્યા કેમ ઓછી? 9 સ્ટેટના છે કંઇક આવા હાલ, પરંતુ આ રાજ્યમાં છે દબદબો
Last Updated: 01:17 PM, 11 September 2024
કોલકાતામાં એક ટ્રેની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની તપાસ માટે રાજ્યમાં ખાસ ફોર્સ તૈયાર કરવાની જાહેરાત કરી હતી જેમાં માત્ર મહિલા પોલીસ અધિકારીઓ હશે. પણ શું તમને ખબર છે કે પશ્ચિમ બંગાળ પોલીસમાં માત્ર 9.6 ટકા પોલીસકર્મીઓ મહિલાઓ છે, જે અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે.
ADVERTISEMENT
મહિલાઓ સામેના ગુનાઓ રોકવા માટે પોલીસમાં વધુને વધુ મહિલાઓ પોલીસકર્મીઓ હોવાની જરૂર છે પણ હાલની સ્થિતિ એવી છે ઘણી ઓછી મહિલાઓ પોલીસમાં કામ કરે છે. રિપોર્ટ અનુસાર 1 જાન્યુઆરી, 2023 સુધીમાં દેશમાં કુલ 21.41 લાખ પોલીસકર્મીઓ છે. જેમાંથી કુલ 2 લાખ 63 હજાર 762 મહિલા પોલીસકર્મીઓ છે.
ADVERTISEMENT
એટલે કે દેશના કુલ પોલીસ કર્મચારીઓમાંથી 12.32% મહિલાઓ છે. આટલું જ નહીં રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે દર 2549 મહિલાઓએ એક મહિલા પોલીસકર્મી છે. વર્ષ 2021માં 2 લાખ 46 હજાર 103ની સરખામણીએ 2023માં મહિલા પોલીસની સંખ્યામાં 7.18%નો વધારો થયો છે.
જો કે ભારતમાં જમ્મુ અને કાશ્મીર, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, આસામ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, મિઝોરમ, સિક્કિમ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, કર્ણાટક, હરિયાણા, દાદરા અને નગર હવેલી અને પશ્ચિમ બંગાળ જેવા 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા 10 ટકાથી ઓછી છે.
આ સામે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 33,319 મહિલા પોલીસ કર્મચારીઓ છે. સાથે જ મહારાષ્ટ્રમાં પણ લગભગ એટલી જ સંખ્યામાં મહિલાઓ પોલીસમાં છે. આ પછી તમિલનાડુ, બિહાર, આંધ્રપ્રદેશ, ગુજરાત, દિલ્હી ટોચના રાજ્યો છે જ્યાં મહિલા પોલીસકર્મીઓની ટકાવારી સૌથી વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.