peoples bank of china buys stake into icici bank amid boycott china movement
રોકાણ /
Boycott Chinaની વચ્ચે ચીનની મોટી બૅંકે ભારતની ICICI બૅંકમાં કર્યુ 15 હજાર કરોડનું રોકાણ
Team VTV02:01 PM, 18 Aug 20
| Updated: 12:44 AM, 19 Aug 20
ચીન બોર્ડથી લઈને કુટનીતિથી ભારતને ઘેરી તેને હંફાવવામાં લાગેલું છે. તેના ખારા ટોપરા જેવી આ દાનત ગલલાન ઘાટીમાં કરેલી અવળચંડાઈથી ખુલ્લી પડી ગઈ હતી. જેને પગલે દેશમાં ચીની માલનો બહિષ્કાર થઈ રહ્યો છે. ત્યારે ચીનના પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ICICI એ ભાગીદારી ખરીદી છે. જોકે જાણકારો કહે છે કે આનાથી દેશહિતને ખતરો નથી.
ICICI ગત અઠવાડિયે જ તેનો ટાર્ગેટ પુરો થઈ ગયો હતો
ચીનના કેન્દ્રીય બેંકે ICICIમાં ફક્ત 15 કરોડ રુપિયાનું રોકાણ કર્યું
આ રોકાણ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા થયુ છે
ગત વર્ષ માર્ચમાં ચીનના કેન્દ્રીય બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધારે કરી દીધુ હતુ. ત્યારે આના પર ખૂબ હોબાળો થયો હતો. પીપલ્સ બેંક ઓફ ચાઈના મ્યૂચુઅલ ફંડ, વીમા કંપનીઓ સહિત તે 357 સંસ્થાગત રોકાણકારોમાં સમાવિષ્ટ છે જેમણે હાલમાં ICICI બેંકમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ(ક્યૂઆઈપી) ઓફરમાં 15000 કરોડનું રોકાણ કર્યુ હતુ. ICICI બેંકને રકમ ભેગી કરવા માટે સંસ્થાગત રોકાણકારો પાસેથી પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ગત અઠવાડિયે જ તેનો ટાર્ગેટ પુરો થઈ ગયો હતો.
ચીનના કેન્દ્રીય બેંકે ICICIમાં ફક્ત 15 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. આ રોકાણ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા થયું છે. અન્ય વિદેશી રોકાણોમાં સિંગાપુરની સરકાર, મોર્ગન ઈનવેસ્ટમેન્ટ, સોસાઈટે જનરાલે વગેરેનો સમાવેશ થાય છે.
એક્સપર્ટનું કહેવું છે કે બેંકિંગ ભારતમાં ઘણી રેગુલેટેડ એટલે કે રિઝર્વ બેંકની સખત દેખરેખ હેઠળ ચાલનારો વ્યાપાર છે. જેથી દેશહિતને કોઈ ખતરો નથી. આ પહેલા માર્ચમાં ચીનના કેન્દ્રીય બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધારે કરી દીધુ હતુ. ત્યારે આના પર ખૂબ હોબાળો થયો હતો.
ચીનની કેન્દ્રીય બેંક હવે અમેરિકાની જગ્યાએ ભારત જેવા બીજા દેશોમાં રોકાણ વધારી રહી છે. ચીનના કેન્દ્રીય બેંકે એચડીએફસીમાં રોકાણ કર્યા બાદ સરકારે વિદેશી પોર્ટફોલિયો રોકાણના નિયમો કડક કરી દીધા હતા. ખાસ કરીને ચીન અથવા અન્ય પડોશી દેશોમાં રોકાણ માટે વધારે કડક નિયમો બનાવ્યા છે. જોકે પછીથી ચીની બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ 1 ટકા ઓછુ કરી દીધું હતુ.