બ્રેકિંગ ન્યુઝ
VTV / People working at night shift are more at risk of cancer
Anita Patani
Last Updated: 10:49 AM, 10 March 2021
ADVERTISEMENT
મોટી સંખ્યામાં કર્મચારી નાઇટ શિફ્ટમાં કામ કરે છે પરંતુ નાઇટ શિફ્ટમાં કામ કરવાથી શરીરને ખુબ જ નુકસાન થાય છે. એક રિસર્ચ પ્રમાણે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોને સામાન્ય લોકોની સરખામણીમાં કેન્સર થવાનુ જોખમ વધારે રહે છે.
ADVERTISEMENT
શરીરની રિધમ થાય છે પ્રભાવિત
વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાઓએ એક સ્ટડી કર્યુ જેમાં સંકેત મળ્યો છે કે જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેમને ડે શિફ્ટમાં કામ કરતા લોકોની તુલનામાં અલગ અલગ પ્રકારના કેન્સર થવાની શક્યતા રહે છે.
સ્ટડી રિપોર્ટ્સ પ્રમાણે નાઇટ શિફ્ટના કારણે શરીરનું જે 24 કલાકની નેચરલ રિધમ હોય છે તે કેન્સર સાથે જોડાયેલ નિશ્ચિત જીન્સની એક્ટિવિટીમાં હર્ડલ પેદા કરે છે. જેના કારણે DNA ડેમેજ થાય છે અને સંવેદનશીલ થઇ જાય છે. તેના કારણે કેન્સર થવાની સંભાવના રહે છે.
ન કરો નાઇટ શિફ્ટમાં કામ
જર્નલ ઓફ પાઇનિયલ રિસર્ચમાં નવી સ્ટડી પ્રમાણો ઓનલાઇન કહેવામાં આવ્યું છે કે, નાઇટ શિફ્ટ અને ડે શિફ્ટમાં સ્વસ્થ લોકોને રાખવામાં આવ્યા હતા. બાદમાં જે રિસર્ચ થયુ તે ચોંકાવનારુ હતુ. કારણકે ખરેખર ડે શિફ્ટ કરતા નાઇટ શિફ્ટના લોકોમાં તે હોર્મોન્સ વધારે હતા જેનાથી તમે કેન્સરનો ભોગ બનો.
ભારતમાં પણ કેટલાક એવા લોકો છે કે જે બહારની કંપની સાથે ભારતમાં રહીને જ કામ કરે છે. તેવા લોકોને ત્યાંના સમય પ્રમાણે કામ કરવુ પડે છે એટલે જ્યારે ભારતમાં રાત હોય ત્યારે ત્યાં વર્કિંગ હવર્સ હોય છે. જેના કારણકે ભારતમાં બધા ઉંઘતા હોય તે સમયે લોકો કામ કરતા હોય છે. આવા લોકોને કેન્સર થવાના ચાન્સિસ વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.