બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / People with long heights know especially! The report is a shocking revelation for men

ચેતી જજો / લાંબી હાઇટવાળા લોકો ખાસ જાણી લેજો! રિપોર્ટમાં પુરુષો માટે થયો ચોંકાવનારો ખુલાસો

MayurN

Last Updated: 05:41 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં કેન્સરની સમસ્યા એકદમ સામાન્ય થઇ ગઇ છે, ઘણા કેન્સર એવા હોય છે જે માત્ર મહિલાઓને જ થાય છે, જ્યારે કેટલાક કેન્સર એવા પણ હોય છે જેનો સામનો પુરુષોને કરવો પડતો હોય છે. આમાંથી એક છે ટેસ્ટિક્યુલર કેન્સર.

 

  • ટેસ્ટિક્યુલર કેન્સર એ પુરુષોના વૃષણોમાં થતું કેન્સર છે
  • 15 થી 49 વર્ષની વયના પુરુષોમાં આ કેન્સરનું જોખમ સૌથી વધુ
  • ઊંચા પુરુષોને ટેસ્ટિક્યુલર કેન્સર થવાનું જોખમ વધારે

સારા વ્યક્તિત્વ માટે લંબાઈને એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ હવે એક નવો અભ્યાસ આવ્યો છે, જે વાંચીને લાંબી ઊંચાઈ ધરાવતા લોકોને ચોંકાવી શકે છે. 

અમેરિકન કેન્સર સોસાયટીના રિસર્ચમાં સામે આવ્યું છે કે ઓછી ઊંચાઈ ધરાવતા લોકો કરતાં લાંબી ઊંચાઈ ધરાવતા લોકોને આ રોગનું જોખમ સૌથી વધુ હોય છે. આ ખતરનાક બીમારીનું નામ ટેસ્ટિક્યુલર કેન્સર છે.
ટેસ્ટિક્યુલર કેન્સર એ પુરુષોના વૃષણોમાં થતું કેન્સર છે. પુરુષોના શિશ્નની નીચે અંડકોષ સ્થિત હોય છે.  તેમનું કામ પ્રજનન માટે સેક્સ હોર્મોન્સ અને શુક્રાણુ ઉત્પન્ન કરવાનું છે. બાકીના કેન્સરની સરખામણીએ ટેસ્ટિક્યુલર કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે ટેસ્ટિક્યુલર કેન્સર થવા પર અંડકોષમાં અસામાન્ય રીતે કોશિકાઓ વધવા લાગે છે. સામાન્ય રીતે 15થી 49 વર્ષની વયના પુરુષોમાં આ કેન્સરનું જોખમ સૌથી વધુ જોવા મળે છે.
યુકેની નેશનલ હેલ્થ સર્વિસના નિષ્ણાતોના મતે ટેસ્ટિક્યુલર કેન્સરની અસર બાકીના કેન્સર કરતાં યુવાનો પર વધુ થાય છે. ઘણા ધનિકોએ એ પણ જાહેર કર્યું છે કે અન્ય દેશોના પુરુષોની તુલનામાં શ્વેત પુરુષોમાં ટેસ્ટિક્યુલર કેન્સરનું જોખમ ઘણું વધારે હોય છે. પરંતુ આના કોઈ મજબૂત પૂરાવા નથી 

શું કહે છે નિષ્ણાતો
કેટલાક આરોગ્ય નિષ્ણાતો એમ પણ કહે છે કે ઊંચા પુરુષોને ટેસ્ટિક્યુલર કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર, કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે લાંબી ઊંચાઈ ધરાવતા પુરુષોમાં ટેસ્ટિક્યુલર કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.
હેલ્થ એક્સપર્ટ્સનું પણ કહેવું છે કે ટેસ્ટિક્યુલર કેન્સર માટે અનેક પ્રકારની વસ્તુઓ જવાબદાર હોય છે, જેમ કે તમે સ્મોકિંગ કરો કે નથી કરતા, તમારી લાઇફસ્ટાઇલ અને ફેમિલી હિસ્ટ્રી.

ટેસ્ટિક્યુલર કેન્સરના પ્રારંભિક લક્ષણો
- કોઈ પણ એક અંડકોષમાં ગાંઠ થવી અથવા કદમાં તફાવત લાગવો 
- અંડકોષમાં ભારેપણું લાગવું
- પેટ કે કમરની આસપાસ હળવો દુખાવો થવો
- અંડકોષમાં પ્રવાહી એકઠું કરવું.
- અંડકોષમાં દુખાવો થવો
જ્યારે અંડકોષનું કેન્સર થાય છે, ત્યારે બેમાંથી કોઈ એક અંડકોષ પર લક્ષણો દેખાય છે.

અંડકોષના કેન્સરના કારણો
ફેમિલી હિસ્ટ્રી - જો તમારા પરિવારમાં કોઈને આ કેન્સર થઇ ચૂક્યું છે, તો તમારે સમયાંતરે પોતાનો ટેસ્ટ કરાવવો જ જોઈએ.
ઉંમર- ટેસ્ટિક્યુલર કેન્સર પણ ઉંમર પર નિર્ભર કરે છે. 15 થી 49 વર્ષની વયના પુરુષોમાં ટેસ્ટિક્યુલર કેન્સર થવાનું જોખમ સૌથી વધુ હોય છે.

Undescended ટેસ્ટિકલ - આ સ્થિતિમાં જન્મ દરમિયાન બાળકનું એક જ અંડકોષ હોય છે. સામાન્ય રીતે બીજું અંડકોષ પણ હોય જ  છે પરંતુ તે તેના સામાન્ય સ્થાનને બદલે ઉપરની બાજુએ બાળકના પેટમાં જ રહે છે. તેને તબીબી ભાષામાં ક્રિપ્ટોર્કિડિઝમ કહેવામાં આવે છે. આ સમસ્યા સામાન્ય રીતે પ્રિમેચ્યોર જન્મેલ બાળકોમાં જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Medical Testicles cure symptoms cancer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ