બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / People with digital or torn tickets will not get entry, IPL rules regarding tickets before the final match
Last Updated: 11:34 AM, 29 May 2023
ADVERTISEMENT
IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી પણ વરસાદને કારણે મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. એવામાં હવે આ ફાઇનલ મેચને રિઝર્વ ડે 29 મે એટલે કે આજે રમાવવામાં આવશે.
એવામાં હવે આજે વરસાદ આવે, તોફાન આવે કે ગમે તે થાય, પણ ચેમ્પિયન મળી જશે. ફાઈનલ મેચનો આનંદ માણવા આવેલા તમામ ચાહકો 28 મે, રવિવારના રોજ નિરાશ થયા હતા પણ હવે આ બધા વચ્ચે સવાલ એ જ છે કે જે લોકોએ 28 મેની ટિકિટ ખરીદી હતી, શું તેમની ટિકિટ રિઝર્વ ડે પર પણ માન્ય રહેશે?
ADVERTISEMENT
Ready to re-attend the #TATAIPL 2023 #Final today?
— IndianPremierLeague (@IPL) May 29, 2023
Here's everything you need to know about your Physical tickets 🎟️
Note - There will be no entry without physical tickets pic.twitter.com/B1ondsXvgP
આજે સોમવાર, મે 29 ના રોજ આ મેચ નવેસરથી કરાવવાની યોજના છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ 28 મે સુધી મુલતવી રાખવામાં આવ્યા બાદ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચેલા તમામ દર્શકો માટે IPL દ્વારા વિશેષ માહિતી જાહેર કરી હતી. જેમાં રવિવારે મેચ જોવા માટે ખરીદેલી ટિકિટો વિશે માહિતી શેર કરવામાં આવી હતી કે તમામ ટિકિટો રિઝર્વ ડે માટે પણ માન્ય રહેશે. તમામ ચાહકો જેમની પાસે ટિકિટ છે તે બતાવીને સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ શકે છે.
જો કે આ શેર કરેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે ફિઝિકલ ટિકિટ હશે તો જ તમને એન્ટ્રી મળી શકે છે. આ સાથે જ ડિજિટલ કે ફાટેલ ટિકિટ પર એન્ટ્રી મળી શકશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.