People who indiscriminately honking continuously on the road can be fined, the law is also for people than dangerous overtaking
તમારા કામનું /
રસ્તામાં આડેધડ સતત હૉર્ન વગાડતા લોકોને થઈ શકે છે દંડ, જોખમી ઓવરટેક કરતાં લોકો માટે પણ છે કાયદો
Team VTV11:00 AM, 25 Jan 23
| Updated: 10:58 AM, 25 Jan 23
આપણે જ્યારે રસ્તા પરથી પસાર થતા હોઈએ છીએ ત્યારે અચાનક કેટલાક લોકો પુર ઝડપે તેમજ ગફલતભરી રીતે વાહન હંહારતા હોય છે. આવો જાણીએ તે કાયદાઓ વિશે અમારા સ્પેશ્યલ શો ડેઈલી ડોઝમાં.....
ભારત સરકાર દ્વારા કાયદો અને સુરક્ષા માટે અનેક નિયમો બનાવ્યા
પુર ઝડપે તેમજ ગફલતભરી રીતે વાહન હંકારતા વાહન ચાલકો ચેતીજજો
મોટર વ્હીકલ એક્ટના અમુક કાયદાઓથી લોકો અજાણ છે
ભારત સરકાર દ્વારા કાયદો અને સુરક્ષા માટે અનેક નિયમો બનાવ્યા છે. જેમાંથી એક છે મોટર વ્હીકલ એક્ટ આ કાયદા અંતર્ગત વાહન ચાલકે પીયુસી સાથે રાખવી, કાગળો સાથે રાખવા. ત્યારે આ કાયદામાં અમુક જોગવાઈઓ એવી છે. જેના વિશે અમુક લોકોને જાણ હોતી નથી. આપણા તમામ લોકોનાં વ્હીકલમાં હોર્ન તો હોય છે. પરંતું કેટલાક લોકો આ હોર્નને ગેરઉપયોગ કરે છે. આ લોકો માટે પણ કાયદામાં જોગવાઈ છે.
પ્રતિકાત્મક ફોટો
પ્રતિબંધિત જગ્યાએ હોર્ન વગાડનારને પણ દંડ થઈ શકે
મોટર વ્હીકલ એક્ટની કલમ 194 મુજબ કોઈ પણ વ્યક્તિ સતત કોઈ પણ કારણ વગર હોર્ન વગાડી છે તો તેને એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
બાઈક રેસર્સ માટેનો કાયદો
અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં બાઈકર્સ રેસીંગ કરતા હોય છે ત્યારે તેઓનાં માટે પણ મોટર વ્હીકલ એક્ટની કલમ 189 મુજબ પાંચ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
સ્પીડ લિમીટનો કાયદો
કેટલાક લોકોને રસ્તા પર સ્પીડ લીમીટ કરવા વધારે સ્પીડથી બાઈક કે ગાડી ચલાવતા હોય છે ત્યારે મોટર વ્હીકલ એક્ટની કલમ 183 અંતર્ગત ટુ વ્હીલર હોય તો 1500, ટ્રેક્ટર હોય તો 1500 અને બીજા વ્હીકલ માટે 4000 નો દંડ છે. ત્યારે ટુ વ્હીલર પર બે થી વધારે લોકોને બેસવાથી પણ તમારે દંડ ભરવો પડી શકે છે.
કંડક્ટર માટે પણ કાયદો
મોટર વ્હીકલ એક્ટની કલમ 177 આમ તો જનરલ વપરાય છે. જો કંડક્ટર બસના સ્ટોપેજ પર બસ ન ઉભા રાખે તો કલમ 177 હેઠળ કાર્યવાહિ થઈ શકે છે. ત્યારે જો કોઈ વ્યક્તિ ધુમ્રપાન કરતો હોય, અથવા કંડક્ટર પાસે બેઠો હોય તો આ કાયદો લાગુ પડે છે.
મોટર વ્હીકલ એક્ટની કલમ 178(1) અંતર્ગત જો તમે જઈ રહ્યા છો અને તમારી પાસે ટીકિટ નથી અથવા તો તમે યોગ્ય અધિકારીને તે ટીકિટ બતાવવાનો ઈન્કાર કરો છો તો તેમને 500 રૂપિયા દંડ ફટકારી શકે છે.