કોવેક્સિન લેનારા લોકોને હવે ધીરે ધીરે અમુક દેસો યાત્રા માટે મંજૂરી આપી રહ્યા છે. જોકે લોકોએ વિદેશ યાત્રા પર જતા પહેલા સર્ટિફિકેટ અને કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
કોવેક્સિન લેનારા લોકો હવે ઓમાનની યાત્રા કરી શકશે
ઓમના સીવાય ઈરાનમાં પણ તેઓ યાત્રાએ જઈ શકશે
વેક્સિન સર્ટિફિકેટ અને નેગેટિવ રિપોર્ટ જોડે રાખવો પડશે
કોરોના મહામારીમાં ભારતમાં સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવામાં આવ્યું છે. જેમા સ્વદેશી વેક્સીન કોવેક્સીનનો પણ મોટો ભાગ રહ્યો છે. ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવેલ આ વેક્સિનને WHO દ્વારા હજું મંજૂરી નથી મળી. જોકે તેમ છતા પણ અમુક દેશોએ કોવેક્સિન લેનારા લોકોને યાત્રા માટે મંજૂરી આપી દીધી છે. જેમા ઓમાન દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
ભારતીય રાજદૂતે આપી માહિતી
ઓમાને કોવેક્સિનને કોરોના વેક્સિનોની લિસ્ટમાં શામેલ કરી દીધી છે. આ મામલે ઓમાનમાં રહેતા ભારતીય રાજદૂત દ્વારા માહિતી આપવામાં આવી છે. ઓમાનની સરકાર ભારતના તે દરેક નાગરીકને યાત્રા કરવાની મંજૂરી આપશે જેણે કોવેક્સિન લીધી છે. જોકે વેક્સિનને 14 દિવસ પહેલા લીઘેલી હોવી જોઈએ.
WHOએ હજુ માન્યતા નથી આપી
જોકે WHO દ્વારા અપ્રુવલ આપવામાં નથી આવ્યું જેના કારણે યુરોપીયન સંઘ અને સંયુક્ત રાજ્યો દ્વારા કોવેક્સિન લેનારા યાત્રીઓને અનુમતી આપવામાં નથી આવી. જોકે ઓમાન સહિત એવા ઘણા દેશો છે. જેમણે કોવેક્સિનને હવે મંજૂરી આપી દીધી છે.
96 કલાક પહેલા રિપોર્ટ કઢાવો પડશે
જે લોકોએ કોવેક્સિનના બંને ડોઝ લીધા હશે તેઓ સર્ટિફિકેટ બતાવીને ઈરાનની પણ યાત્રા કરી શકશે. સાથેજ યાત્રા કરતી વખતે લોકો પાસે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો પણ જરૂરી છે. પ્રવાસના 96 કલાક પહેલા રિપોર્ટ કઢાવો પણ જરૂરી રહેશે. જો કોઈની પાસે નેગેટિવ રિપોર્ટ નહી હોય તો તેણે 14 દિવસ સુધી ક્વોરન્ટિન રહેવું પડશે.
WHO ટૂંક સમયમાં માન્યતા આપે તેવી શક્યતા
આપને જણાવી દઈએ કે ઈરાન અને ઓમાન સિવાય, ફિલીપાઈન્સ. મૉરીશસ. ઝિમ્બાવે, મેક્સિકો અને નેપાળ દ્વારા પણ કોવેક્સિન વેક્સિન લેનારા યાત્રા કરી શકશે. જોકે કોવેક્સિનને માન્યતા આપવા માટે WHO દ્વારા 3 નવેમ્બર સુધીમાં અમુક જાણકારીઓ માગી છે. જેથી બની શકે કે આગામની ટૂંક દિવસોમાં WHO દ્વારા કોવેક્સિનને માન્યતા આપી દેવામાં આવે.