People suffocated in the middle of the night in Mehsana
દુર્ઘટના /
મહેસાણામાં અડધી રાતે લોકોનો શ્વાસ રૂંધાયો: અધિકારીઓ થયા દોડતા, કંપનીઓ પર લાગ્યા ગંભીર આરોપ
Team VTV01:16 PM, 27 Feb 22
| Updated: 01:45 PM, 27 Feb 22
મહેસાણાના કડીમાં અનેક કંપનીઓ આવેલી છે. જેમાંથી નિકળતાં ધુમાડાના કારણે સમગ્ર પંથકમાં પ્રદુષણ ફેલાયું છે
નાનીકડી વિસ્તારમાં ઝેરી ગેસથી લોકો પરેશાન
40 જેટલા લોકોને ઝેરી ગેસની અસર
જવાબદારો સામે પગલા ભરવા સ્થાનિકોની માંગ
ત્યારે ગત રાત્રી મહેસાણાના નાની કડી વિસ્તારમાં રહેતાં રહીશોને ઝેરી વાયુના કારણે આંખોમાં બળતરા, ગળામાં સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફો ઉભી થઇ હતી. જેથી મેડિકલ સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
રાત્રીના 40 જેટલા લોકોને ઝેરી ગેસની અસર
કડીમાં અનેક કંપનીઓ આવેલી છે. જેમાંથી નિકળતા ધુમાડાના લીધે સમગ્ર પંથકમાં પ્રદુષણ ફેલાયુ છે. જેમાં લીધો સ્થાનિકોમાં અનેક રોગચાળો પ્રસરી રહ્યો છે. ત્યારે ગત રાત્રે શહેરમાં આવેલા નાની કડીમાં રહેતા 40 જેટલા રહીશોને ઝેરી વાયુના કારણે આંખોમાં બળતરા, ગળામાં સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફો ઉભી થઇ હતી. જેથી મેડિકલ સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ
ઉલ્લેખનીય છે કે, નાની કડીમાં ધમધમતી કેમીકલ અને અન્ય કંપનીઓથી છેલ્લા કેટલાક દિવસથી નિકળતા ધુમાડાછી વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. નાની કડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખ અને ગળામા બળતરા થવાની અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. પ્રદૂષણ વિભાગ ઝેરી ગેસ ક્યાંથી આવે છે તે શોધવા હવામા ફાંફા મારી રહ્યુ છે. તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યાં છે.
ઝેરી ગેસની અસર થતા તલાટી, TDO, આરોગ્ય વિભાગ થયું દોડતું
નાનીકડીમાં ઝેરી ગેસની અસર કારણે લોકોને શ્વાસ લેવામા તકલીફ, આંખમા બળતરા અને ગળામા દુખાવો થતા તેમની હાલત કફોડી બની હતી. આ અંગે સ્થાનિકોએ નાનીકડીના તલાટીને જાણ કરી હતી. તલાટીએ ટીડીઓ, આરોગ્ય વિભાગને જાણ કરતા કરણનગર પી.એચ.સીના મેડીકલ સહિતનો સ્ટાફ નાનીકડીમાં રાત્રે દોડી આવ્યો હતો.