બ્રેકિંગ ન્યુઝ
VTV / People steal beer bottles after truck with 200 cases overturns in Andhra
Hiralal
Last Updated: 04:04 PM, 6 June 2023
ADVERTISEMENT
આંધ્રના અનાકપલ્લીમાં દારુ કે બીયર પીનારને તડાકો પડ્યો હતો અને એક અકસ્માતને કારણે સાવ મફતમાં તેમને બીયરની બોટલો મળી ગઈ હતી. અનાકપલ્લીમાં બીયર લઈને જતી એક ટ્રક અચાનક રસ્તા પર ઊંધી વળી ગઈ હતી જેને કારણે ચારેતરફ બોટલો વેરાઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવાને બદલે આજુબાજુના લોકોએ બીયરની બોટલોની બરાબરની લૂંટ ચલાવી હતી, જેને જેટલી હાથમાં આવે તેટલી લઈને ભાગવા લાગ્યાં હતા. બિયરની બોટલોના 200 કેસનો સમગ્ર લોડ જમીન પર પડતાં આ વિસ્તારના સ્થાનિકોએ ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને મદદ કરવાને બદલે ચોરી કરવા દોડધામ કરી હતી.
VIDEO | A vehicle carrying 200 cartons of beer overturned in Andhra Pradesh's Anakapalli on Tuesday, following which people rushed to grab the beer bottles. pic.twitter.com/nIYHQCF9U8
— Press Trust of India (@PTI_News) June 6, 2023
ADVERTISEMENT
ઘટનાના ફૂટેજ વાયરલ
આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં લોકો બીયરની બોટલો લઈ જતા જોવા મળતા હતા. ભૂતકાળમાં રાજ્યમાં દારૂ ભરેલી ટ્રકો સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતો બાદ દારૂની બોટલોની ચોરીની આવી જ ઘટનાઓ સામે આવી છે.
મહિલાઓએ પણ કરી બીયરની બોટલોની લૂંટ
બીયરની બોટલો લૂંટવામાં એકલા પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ સામેલ હતી તેમણે પણ જેટલી લેવાય તેટલી લઈને ભાગમભાગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT