ધ્રાંગધ્રા: નવલગઢની સીમમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોનું હલ્લાબોલ

By : kavan 02:36 PM, 01 December 2018 | Updated : 02:36 PM, 01 December 2018
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં જનતાએ દરોડા પાડ્યા છે. નવલગઢ ગામની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતાએ દરોડા પડીને હજારો લીટર દારૂનો નાશ કર્યો છે. દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરને ગ્રામજનોએ માર માર્યો હતો. મહત્વનું છે કે સ્થાનિક લોકો દ્વારા પોલીસમાં રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

આ મામલે મળતી વિગત મુજબ, આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે સ્થાનિકો દ્વારા સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં નવલગઢના નગરજનોએ દારૂનું વેચાણકરતી મહિલાઓને મેથીપાક પણ ચખાડ્યો હતો. 

આ મામલે ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, નવલગઢની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડાની રજૂઆત સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી હતી. તેમ છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા અંતે નગરજનોએ સાથે મળીને જનતારેડ કરી હતી. 

આપને જણાવી દઇએ કે, આ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે માથા ભારે બુટલેગરોના ત્યાં દેશી દારૂ બનાવવાની ફેક્ટરી પર આજે જનતા રેડ કરવામા આવી હતી. પોલીસ ને સાથે રાખી મોટા બુટલેગરો બે તાલુકામાં દેશી દારૂનું વેચાણ કરતા હતા. ત્યારબાદ આજે નવલગઢની સીમમાં ધમધમધતા દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story