બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / People of this zodiac cannot make a good couple

રિલેશનશિપ / આ બે રાશિના લોકો ક્યારેય ન બની શકે સારા કપલ, થયા કરે ઝઘડા

Bijal Vyas

Last Updated: 03:06 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વ્યક્તિ પહેલી મુલાકાતમાં જ સારા મિત્ર બની જાય અને ઘણા સાથે વર્ષો સુધી સાથે રહેવા છંતા પણ મતભેદ રહ્યાં કરે છે. તો આવો જાણીએ કે કઇ રાશિની જોડી એકબીજા સાથે નથી બની શક્તી...

  • કુંભ અને વૃષભ રાશિવાળાની જોડી બની જાય તો તેઓની વચ્ચે બહુ જ લડાઇ ઝઘડા થશે
  • કર્ક રાશિવાળા લોકો બીજાનું ખ્યાલ રાખનારા અને સારા વિચારના લોકો હોય છે
  • સિંહ રાશિવાળા લાઇમ લાઇટમાં રહેવુ પસંદ કરે છે જ્યારે વૃષભ રાશિના લોકો પોતાની દુનિયામાં રહેવુ જ પસંદ કરે છે

જીવનમાં ક્યારેય કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થાય ત્યારે પહેલો વિચારે તે જ આવે કે શું આ વ્યક્તિ આપણા માટે યોગ્ય છે. ઘણી વખત આપણે કોઇને મળીએ અને તેની વાત કરવાની રીત, તેના વિચારો આપણને સારા લાગે છે, તો વિચાર આવે કે આ વ્યક્તિ જીવનસાથી બનવા માટે યોગ્ય છે કે નહીં. ધીરે ધીરે બંનેનો વ્યવહાર અને સ્ટાર મળતા શરુ થાય છે. અમુક લોકોની સાથે વર્ષો સુધી રહ્યા બાદ પણ તેમની સાથે વિચારો નથી મળતા. 

એક સમય આવ્યા બાદ તેઓમાં લડાઇ-ઝઘડો, મતભેદ થવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અનેક રાશિઓ એક બીજા સાથે કમ્ફર્ટેબલ હોય છે અને અમુક રાશિઓ એક બીજા સાથે બહુ જ કમ્ફર્ટેબલ હોય છે અને અમુક રાશિ એક બીજાની સાથે રહી જ નથી શકતી. તો આવો જાણીએ કઇ કઇ રાશિઓ છે જે પરફેક્ટ જોડી નથી બની શકતી. 

1. મકર અને મેષ રાશિઃ 
સારા વિચારો અને રહન-સહનવાળા મકર રાશિના લોકોની મનમોજી અને ધિરજ રાખનારા મેષ રાશિવાળાની સાથે બિલકુલ પણ મેળ બેસતો નથી. મેષ રાશિના નિયંત્રણમાં રાખવાના સ્વભાવના કારણે મકર રાશિના લોકો હંમેશા તણાવ અનુભવે છે. 

2. કુંભ અને વૃષભ રાશિ
કુંભરાશિ વાળા જિદ્દી, આઝાદ વિચારો ધરાવનારા હોય છે. જેના કારણે તેમની વૃષભ રાશિ સાથે બનતી નથી. જો કુંભ અને વૃષભ રાશિવાળાની જોડી બની જાય તો તેઓની વચ્ચે બહુ જ લડાઇ ઝઘડા થશે. નાની નાની વાતો પર લડાઇ થશે. વૃષભ રાશિને લોકો કુંભ રાશિ વાળા ખુલ્લા વિચારો સાથે બિલકુલ મળતા નથી. 

3. મીન અને મિથુન રાશિ 
મીન રાશિના જાતકો સરળ વ્યવહાર ધરાવતા હોય છે તો મોટાભાગે મિથુન રાશિના લોકોને સમજી શકતા નથી. મિથુન રાશિના લોકો ફક્ત પોતાના વિશે જ વિચારતા હોય છે. જ્યારે મીન રાશિના લોકો બીજાની ભાવનાઓ, ઇચ્છાઓને પૂર્ણ કરવાનો ખ્યાલ રાખે છે. સાથે જ મીન રાશિના લોકો એકબીજાને મદદ કરે છે. જેના કારણે બંનેનો વ્યવહાર એક બીજાથી વિપરીત હોય છે. તેથી આ બંનેની એક સારી જોડી નથી કહેવાતી. 

4. મેષ અને કર્ક રાશિ 
મેષ રાશિના લોકો કડક હોય છે. જ્યારે આ લોકોની સાથે સંબંધમાં આવે છે ત્યારે તેમાં મુશ્કેલીઓ જ આવે છે. કર્ક રાશિવાળા લોકો બીજાનું ખ્યાલ રાખનારા અને સારા વિચારના લોકો હોય છે. એક બીજાથી બિલકુલ વિપરીત સ્વભાવ હોવાના કારણે તેને એકબીજાની સાથે આપવામાં બહુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેષ રાશિવાળા લોકો જેટલા એક્સપર્ટ સ્વભાવવાળા હોય છે. મકર રાશિના લોકો તેટલા જ અંતરમુખી હોય છે. 

5. વૃષભ અને સિંહ રાશિ 
વૃષભ અને સિંહ આ બંને સ્વભાવથી જિદ્દી હોય છે. સિંહ રાશિના લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે જેના કારણે તે સરળ સ્વભાવ ધરાવનારા વૃષભરાશિના જાતકોને તકલીફ આપે છે. સિંહ રાશિવાળા લાઇમ લાઇટમાં રહેવુ પસંદ કરે છે જ્યારે વૃષભ રાશિના લોકો પોતાની દુનિયામાં રહેવુ જ પસંદ કરે છે. જેના કારણે બંને વચ્ચે લડાઇ થતી રહે છે. 

6. મિથુન અને કન્યા રાશિ
ઉત્સાહિત અને જીજ્ઞાસુ સ્વભાવના મિથુન રાશિના લોકો જરુરિયાતથી વધારે પ્રેક્ટિકલ હોય છે અને કન્યા રાશિવાળા બોરિંગ હોય છે. મિથુન રાશિના લોકો મોજમસ્તી અને પ્રેમ કરવામાં વિશ્વાસ રાખે છે, તો કન્યા રાશિના લોકો પહેલી પ્રાથમિકતા તેમના કામને આપે છે. મિથુન રાશિવાળા પોતાના પ્રેમને સંકોચ વિના વ્યક્ત કરે છે. ત્યાં કન્યા રાશિવાળા લોકો આ બાબતે સંકોચીત હોય છે. આ કારણે તેઓ વચ્ચે તાલમેલ બેસતો નથી અને મનભેદ થયા કરે છે. 

7. કર્ક અને તુલા રાશિ
કર્ક રાશિના લોકો પોતાની ઇમાનદારી, સ્થિરતા, ઉદારતા અને સંવેદનશીલતાના કારણે ઓળખાય છે, જ્યારે તુલા રાશિના લોકો દેખાડો કરાનારા બનાવટી હોય છે. આ બંનેની સાથે બિલકુલ મેળ વિનાના હોય છે. કર્કરાશિવાળા લોકો તુલા રાશિવાળા લોકો સાથે બહુ જ ધૈર્યથી કામ લેવુ જોઇએ અને જ્યારે આ ધિરજ જવાબ આપે ત્યારે સંબંધ ખરાબ થાય છે. 

8. ધન અને મીન રાશિ 
ધન રાશિવાળા લોકો પોતાની નૈતિક વિચારો માટે જાણીતા છે. ધન રાશિવાળા લોકો પોતાની આસપાસના વાતાવરણમાં બિલકુલ ખુશખુશાલ બનાવે છે અને જ્યારે મીન રાશિના લોકો પોતાનામાં જ રહે છે, તેમને સમજવા પણ મુશ્કેલ હોય છે. મીન રાશિના લોકો જરુરિયાતથી વધારે ભાવુક હોય છે જેને સમજવા ધન રાશિવાળા માટે મુશ્કેલ બને છે. 

9. સિંહ અને વૃશ્ચિક રાશિ 
હસી મજાક કરાનારા શોખીન સિંહ રાશિવાળા જિદ્દી સ્વભાવવાળા વૃશ્ચિક રાશિના લોકો સાથે તાલમેલ જાળવવામાં બહુજ મુશ્કેલી થાય છે. સિંહ રાશિવાળા પોતાના નેતૃત્વ કરનારાની ક્ષમતાના કારણે જ ઓળખાય છે અને આ આદતના કારણે જ હંમેશા વૃશ્ચિક રાશિવાળાના નિશાના પર રહે છે. બંનેની વચ્ચે એકબીજા સાથે તર્ક કરીને છેલ્લે ઝઘડો કરી લે છે. 

10.કન્યા અને ધન રાશિ 
કન્યા રાશિવાળા કોઇપણ કામને પરફેક્શનની સાથે કરે છે અને બીજાની સાથે આશા કરે છે. તેની આ આદતોના કારણે આઝાદ વિચારોવાળા ધનરાશિવાળા પોતાની જીંદગીમાં રોકટોકનો અહેસાસ કરે છે. તે કન્યારાશિવાળાની સાથે એક રીતે દબાણ અનુભવે છે જેના કારણે તેમનો સંબંધ યોગ્ય રીતે ચાલી શક્તો નથી. 

11. તુલા અને મકર રાશિ
તુલા રાશિના લોકો ખુલ્લા વિચારોવાળા હોય છે અને મકર રાશિના લોકો પોતાના સારા વ્યવહાર માટે જાણીતા છે. મકરરાશિના લોકો ક્યારેક ક્યારેક બિલકુલ કડક વર્તન કરે છે. જેના કારણે તુલા રાશિવાળા લોકો તેમનો સાથ આપવામાં મુશ્કેલી અનુભવે છે. આ બંને રાશિવાળા એખ-બીજાની સાથે કમ્ફર્ટેબલ રહેતા નથી. 

12. વૃશ્ચિક અને કુંભ રાશિ 
વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોના સ્વભાવ એકબીજાથી વિપરીત હોય છે. આ બંનેના સંબંધમાં પ્રેમ અને વફાદારીની અછત હોય છે. એકબીજા સાથે આગળ વધવામાં અને કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં એકમત થતા નથી. આ રીતે તેમનો એકબીજા સાથે બિલકુલ મેળ બેસતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Rashifal કપલ રાશિ રાશિભવિષ્ય રિલેશનશિપ Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ