બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 AM, 15 January 2025
જ્યારે ઇન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણમુર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની ભલામણ કરી હતી ત્યારે તેમના આ નિવેદનથી ખૂબ હોબાળો થયો હતો, અને સોશિયલ મીડીયામાં ઘણા દિવસો સુધી આ મુદ્દે ચર્ચા પણ ચાલી હતી. તો હાલમાં જ એન્જિનિયરિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન એસએન સુબ્રમણ્યમે તેમના કર્મચારીઓને 'અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની' સલાહ આપી છે.
ADVERTISEMENT
તેમના આ નિવેદનથી પણ વિવાદ સર્જાયો છે. જેમાં કર્મચારીઓના વર્કલોડને ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ કે,સમગ્ર વિશ્વમાં એવરેજ સાપ્તાહિક કામના કલાકો 40-50 કલાકની વચ્ચે છે. તો અમુક જગ્યાએ ઓવર ટાઇમ કરવાના બીજા પૈસા પણ મળે છે. એવામાં આપણે જાણીશું કે, કયા દેશમાં સૌથી વધુ વર્કલોડ છે.
ADVERTISEMENT
સૌથી ઓછા કલાક કામ કરનાર દેશમાં અરુબા, ચીન, ક્રોએશિયા, જ્યોર્જિયા, જર્મની, આઇલ ઓફ મેન, જાપાન, જર્સી અને સિંગાપોરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. અહીંયા ક્રમશ સપ્તાહ દીઠ કામ કરવાના કલાકો 39.4, 46.1, 37.9, 40.5, 34.2, 35.0, 36.6,40.0 અને 42.6 છે. આ દેશોમાં કોઈ પણ વ્યક્તિ અઠવાડિયામાં 49 કલાક કે તેથી વધુ કામ નથી કરતું.
ઉલ્લેખનીય છે કે, વનુઆટુમાં પ્રતિ વ્યક્તિ કર્મચારીઓ સૌથી ઓછા કલાકો કામ કરે છે. વનુઆટુમાં કર્મચારીઓ પ્રતિ વ્યક્તિ સરેરાશ અઠવાડિયામાં માત્ર 24.7 કલાક જ કામ કરે છે. આ સિવાય ત્યાં ફક્ત 4 ટકા લોકો જ 49 કલાક કે તેથી વધુ કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.