People of every zodiac sign do this today to escape the wrath of Shanidev.
તમારા કામનું /
શનિદેવના પ્રકોપથી બચવા માટે આજે દરેક રાશિના લોકો કરી લો આ એક નાનો ઉપાય, સંકટોના વાદળો થઇ જશે દૂર
Team VTV11:18 AM, 25 Jun 22
| Updated: 11:22 AM, 25 Jun 22
જ્યોતિષીમાં કુલ ૧૨ રાશીનું વર્ણન છે અને આ દરેક રાશી પર શનિનો શુભ-અશુભ પ્રભાવ પડતો રહે છે.
દરેક રાશી પર શનિનો શુભ-અશુભ પ્રભાવ પડતો રહે છે.
શનિનો જયારે અશુભ અસર પડે ત્યારે વ્યક્તિના જીવનમાં સંકટોના વાદળ છવાય જાય
જા દશરથે શનિદેવને પ્રસન્ન કરવા માટે આ સ્ત્રોતની રચના કરી હતી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનીના અશુભ પ્રભાવ પડવાથી એ વ્યક્તિને અનેક પરેશાની અને સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ જો શની ખુશ થઇ જાય છે તો એ વ્યક્તિનું સુતેલ ભાગ્ય પણ જાગી જાય છે અને જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. શનિના અશુભ પ્રભાવથી દરેક લોકો ભયભીત થાય છે. જ્યોતિષીમાં કુલ ૧૨ રાશીનું વર્ણન છે અને આ દરેક રાશી પર શનિનો શુભ-અશુભ પ્રભાવ પડતો રહે છે.
શનિનો જયારે અશુભ અસર પડે ત્યારે વ્યક્તિના જીવનમાં સંકટોના વાદળ છવાય જાય છે. જો કે શનિના અશુભ પ્રભાવથી બચવા માટે વ્યક્તિ કોઈકને કોઈક ઉપાય કરતા રહે છે જેથી જીવનમાં શાંતિ બની રહે. શાની વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મોના ફળ આપે આપતા રહે છે. આ છતાં પણ તમે શનિના પ્રકોપથી બચવા માંગતા હોય તો શનીવારના દિવસે રાજા દશરથ કૃત શની સ્ત્રોતનો પાઠ કરો. રાજા દશરથે શનિદેવને પ્રસન્ન કરવા માટે આ સ્ત્રોતની રચના કરી હતી. આ સ્ત્રોતનો પાઠ મેષ રાશિથી લઈને મીન રાશી સુધીના કોઈ પણ જાતકો કરી શકે છે.