ગરમીમાં સહેલાણીઓ સાંજે ફરવા જાય છે. દરિયા કિનારાના શહેરોમાં સહેલાણીઓ સાંજે બીચ પર ફરવા જાય છે. આ દરમ્યાન તેઓ દરિયાઈ લહેરની મજા માણે છે.
દરિયાઈ લહેરને નિહાળવી ખૂબ આનંદદાયક
સહેલાણીઓ દરિયાઈ લહેરની માણી રહ્યાં હતા મજા
દરિયાના મોજાએ સહેલાણીઓને પોતાની ઝપેટમાં લઇ લીધા
દરિયાની લહેરની મજા માણવા ગયા હતા સહેલાણીઓ
દરિયાઈ લહેરને નિહાળવી ખૂબ આનંદદાયક હોય છે. આ દરમ્યાન સહેલાણીઓ નારિયેળ પાણીની મજા લે છે. તેઓ ભેળપૂરી, ચાટ વગેરે ચીજ વસ્તુઓ ખાય છે અને તેમના ફોનથી ઘણા ફોંટા ખેંચાવે છે. આજકાલ સેલ્ફી લેવાનુ ખૂબ ચલણ છે. જેને કારણે લોકો પોતાના ફોનમાં સેલ્ફી લેતા હોય છે. અત્યારે એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સહેલાણીઓ દરિયાની લહેરની મજા માણતા જોવા મળી રહ્યાં છે ત્યારે કઈક એવુ થાય છે, ત્યારબાદ ફરવા આવેલા સહેલાણીઓ જોખમમાં પડી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અમુક લોકો દરિયા કિનારે ફરવા ગયા હતા. આ દરમ્યાન કોઈ સેલ્ફી લેતુ હતુ હતુ તો અમુક લોકો દરિયાઈ લહેરોની તસ્વીરો ખેંચી પોતાના કેમેરામાં કેદ કરી રહ્યાં હતા. આ દરમ્યાન અચાનક દરિયામાં મોજા ઉછળ્યાં.
દરિયાનુ એક મોજુ ઉછળતા દરિયાની આજુબાજુ રહેલા લોકો નાસભાગ કરવા લાગ્યા. જો કે, આ મોજું એટલુ પ્રચંડ હતુ કે તેઓ ભાગી ના શક્યા અને આ મોજાએ બધાને જમીન પર પછાડી દીધા. વીડિયોમાં જોઇ શકાય છે કે સૌથી પહેલા એક શખ્સ ભાગે છે આ શખ્સને ભાગતો જોઇને ત્યાં હાજર રહેલા અન્ય સહેલાણીઓ પણ ભાગવા લાગે છે. જો કે, દરિયાની લહેર એટલી તેજ હતી કે તેઓ પાણીથી બચી શક્યા નહીં. ત્યારબાદ આ દરિયાના મોજાએ સહેલાણીઓને પોતાની ઝપેટમાં લઇ લીધા અને બધાને પલાળી નાખ્યાં. વીડિયોમાં તમે જોઇ શકો છો કે સહેલાણીઓ પાણીથી બચવાની ભરપૂર કોશિશ કરે છે. જો કે, તેઓ બચી શકતા નથી. એક જ સેકન્ડમાં દરિયાની લહેર બધાને પલાળી નાખે છે.