આ લોકોને ભોજન કરાવવાથી મળે છે પુણ્ય અને દૂર થાય છે સમસ્યાઓ

By : krupamehta 10:32 AM, 17 May 2018 | Updated : 10:32 AM, 17 May 2018
ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં કહેવામાં આવતી વાતો હંમેશા પ્રગતિ તરફ આપણું જીવન લઇ જાય છે. જો તે જરૂરી હોય તો પછી તે વસ્તુઓને જીવનમાં લાવવી. આજે અમે તમને એક વાત કહી રહ્યા છીએ. મહાભારતમાં એવા લોકો વિશે કહ્યું છે કે ભોજન કરાવવું તે શુભ માનવવામાં આવે છે. તેમ કરવાથી થયેલાં પાપોમાંથી છુટકારો મળે છે અને પુણ્ય પ્રાપ્તિ મળે છે. તો જોઇએ કેવા લોકોને ખવડાવાથી પુણ્ય મળે છે.

પૂર્વજો: પૂર્વજોને ભોજન આપવાથી ઘરની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. તેથી હંમેશા તમારા પૂર્વજોને ભોજન આપવું જોઇએ.ઘરના મહેમાનો: ઘરમાં જયારે મહેમાનોને ખોરાક વગેરેથી સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આવા ઘરમાં મુશ્કેલીઓ લાંબા સમય સુધી રહેતી નથી.

ભગવાનને: જ્યાં ભગવાનને ભોજનનો ભોગ આપવામાં આવે છે. ત્યાં ભગવાનની કૃપા હંમેશા રહે છે.પંડિતો અથવા સંતોને: શ્રેષ્ઠ પંડિતો અને સંતોને ભોજન આપવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે. વ્યક્તિઓ દ્વારા કરેલા પાપોની પ્રાયશ્ચિત તરફ દોરી જાય છે.નિરાધાર માણસ: જે વ્યક્તિઓ બેઘર વ્યક્તિઓને પોતાના સમજીને તેમની સાથે પ્રેમથી વર્તન કરે છે અને તેમને ભોજન ખવડાવે છે. તેમના પાપો અને દરેક  કામોમાં સફળતા મળે છે.
Recent Story

Popular Story